SearchBrowseAboutContactDonate
Page Preview
Page 487
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ર પરિચ્છેદ ૭ મિત્રો, જે આ અદ્ભુત સંખ્યાઓ વિશે તમે તર્ક કરે છે, જેમાં તમે કહો છો કે તમારે જરૂર જોઈતું એકવ રહેલું છે, અને દરેક એકમ એક સરખો અચલ અને અવિભાજ્ય છે તે સંખ્યાઓ તે શું છે!– તે તેઓ શે ઉત્તર આપશે ? મારા ખયાલ પ્રમાણે તેઓ એમ જવાબ આપશે કે જે સંખ્યાઓ માત્ર વિચારમાં સાધી શકાય એવી છે તે વિશે તેઓ વાત કરતા હતા. ત્યારે શુદ્ધ સત્યને મેળવવા માટે જે શુદ્ધ બુદ્ધિના જ (૩) ઉપયોગની જરૂર પડે છે એટલું સ્પષ્ટ છે, તો તમે જોઈ શકશો કે આ જ્ઞાનમાં જ ખરી રીતે આવશ્યકતાનું તત્ત્વ હોઈ શકે કે હા, એ એની દેખીતી વિશિષ્ટતા છે. અને વધારામાં તમે આ પણ જોયું હશે કે જેમનામાં ગણતરીની શક્તિ સ્વભાવથી જ રહેલી છે તેઓ બીજા દરેક પ્રકારનું જ્ઞાન સામાન્ય રીતે જલદી ગ્રહણ કરે છે; કાઈ મંદ હોય તે પણ, જે તેને બીજે કંઈ ફાયદો ન થાય, તો પણ તેની બુદ્ધિ અમથી હેત તેના કરતાં હંમેશાં વધારે તીવ્ર બને છે. તેણે કહ્યું: બહુ જ સાચું. () અને ખરેખર આના કરતાં વધારે કઠિન હોય એવો તથા એના જેટલા કઠિન એવા (બીજા) અભ્યાસના વિષયે તમે સહેલાઈથી નહિ શેધી શકે. નહિ શોધી શકો. અને આ બધા કારણોને લીધે ગણિત એ જાતનું જ્ઞાન છે કે જેમનો સ્વભાવ સર્વોત્તમ છે તેવાને તેનું શિક્ષણ અપાવું જ જોઈએ, અને એ વિષયને કદી છોડી દેવો ન જોઈએ. * Ci, The Principle formulated by Liebniz, and found in Kant, subscribed to by Hegel and Bosanquet ip their own way-That thought alone is necessary and universal, while existence is contingent.
SR No.032057
Book TitlePlateonu adarsh nagar
Original Sutra AuthorN/A
AuthorPranjivan Vishvanath Pathak
PublisherGujarat Vidyasabha
Publication Year1964
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy