SearchBrowseAboutContactDonate
Page Preview
Page 446
Loading...
Download File
Download File
Page Text
________________ ૫:૩ ૨૪૧ જ માત્ર પસાર કરવાના નથી, પણ આપણે (હજી સુધી) જેને ઉલ્લેખ કર્યો નથી તેવી કોઈ બીજા જ પ્રકારની ઉમેદવારી આવે છે—(એ) આત્મા જે સૌથી ઉન્નત છે એ સહન કરવાને શક્તિમાન થશે કે નહિ કે પછી કોઈ બીજા અભ્યાસના વિષયે અને કસરતમાં થાય છે તેમ (જે વિષય સૌથી ઉન્નત છે) તેના ભાર તળે એ (આત્મા) મૂરછી ખાય છે—એ જવાને એને જ્ઞાનની (૫૦૪) ઘણું શાખાઓમાં તાલીમ આપવી જોઈએ. • તેણે કહ્યુંઃ હા, એની કસોટી કરવામાં તમે કશું ખોટું કરતા નથી. પણ સૌથી ઉન્નત પ્રકારનું જ્ઞાન–એને તમે શો અર્થ કરે છે ? મેં કહ્યું; તમને યાદ હશે કે આપણે આત્માના ત્રણ વિભાગે પાડ્યા હતા; અને (એ પરથી) ધર્મ, સંયમ, શૌર્ય, અને વિવેકનાં જુદાં જુદાં સ્વરૂપને પરખાવ્યાં હતાં. તેણે કહ્યું. જે હું ભૂલી ગયે હેઉં તે ખરેખર કશું આગળ સાંભળવાને હું લાયક જ નથી. અને એની ચર્ચા કરતાં પહેલાં જે થોડી ચેતવણી આપવામાં આવી હતી તે તમને યાદ છે ? () તમે શાને ઉલ્લેખ કરે છે ? હું ભૂલતા ન હોઉં તો આપણે એમ કહેતા હતા કે તેને (તરોને તેનાં સંપૂર્ણ સૌદર્યમાં જે કોઈને જેવાં હોય તેણે વધારે લાંબા અને વકિાચૂકે ભાર્ગ ગ્રહણ કરવો જોઈએ, જેને અંતે જ એ (ત ) દષ્ટિગોચર થાય છે; પરંતુ જે ભૂમિકા પર રહીને આપણે (અત્યાર સુધી) ચર્ચા કરી છે એ જ ભૂમિકા પર રહીને તે (તો)નું લોકપ્રિય નિરૂપણ કરેલું. અને તમે (એ વખતે) જવાબ આપે કે એ જાતનું નિરૂપણ તમારે પિતા માટે પૂરતું છે, અને (પરંતુ, તેથી Xજુઓ. ૪૧૨-૧૩. ૧. જુઓ ઉપર ૪૩૫ ૩. + જુઓ ૪૩૫ ૩, સરખા ૪૯૭ ૩.
SR No.032057
Book TitlePlateonu adarsh nagar
Original Sutra AuthorN/A
AuthorPranjivan Vishvanath Pathak
PublisherGujarat Vidyasabha
Publication Year1964
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy