SearchBrowseAboutContactDonate
Page Preview
Page 443
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૮ પરિછેદ ૬ હા, એક બસ છે. આપણે જે કાયદા અને સંસ્થાઓનું વર્ણન કરતા આવ્યા છીએ તે (બધા) એ શાસ્ત્રકાર (એમના પર) નાંખશે, અને નગરવાસીઓ સ્વેચ્છાએ તેનું પાલન કરે એ સંભવિત છે? જરૂર. અને આપણે જેને અનુમતિ આપીએ છીએ, તેને બીજાઓ પણું અનુમતિ આપે એમાં કશે ચમત્કાર કે કશે અસંભવ નથી ? (૪) હું નથી માનતો. પણ જે કંઈ અગાઉ આવી ગયું તેમાં આપણે પૂરતી રીતે બતાવી આપ્યું છે કે આ બધું જો શક્ય હોય તો જરૂર ઈષ્ટતમ છે. આપણે બતાવી આપ્યું છે ખરું. અને હવે આપણું કાયદાને જે તેઓ અમલમાં મૂકી શકતા હોય તો તે ઈષ્ટતમ છે એટલું જ નહિ, પરંતુ આપણે એમ પણ કહીશું કે એને અમલમાં મૂકવા એ જો કે કઠિન છે તે પણ અશક્ય નથી. બહુ સારું. અને આ રીતે મહેનત અને કષ્ટ વેઠીને આપણે એક વિષયના છેડા સુધી આવી પહોંચ્યા છીએ, પણ ચર્ચામાં જે કંઈ બાકી છે તે તો આથી વધારે છે;–(૩) બંધારણના તારણહારેને આપણે કયા અભ્યાસ અને વિષયોની મદદથી અને કેવી રીતે પેદા કરીશું તથા તેમને ભિન્ન ભિન્ન અભ્યાસ કઈ કઈ ઉમ્મરે તેમણે કરવાને છે ? જરૂર. હું જાણતો હતો કે સંપૂર્ણ રાજ્યને લેકે ઈષ્યની નજરે જશે, અને એને પ્રાપ્ત કરવું પણ મુશ્કેલ છે, અને આ જ કારણે મેં સ્ત્રીઓ પરનું સ્વામિત્વ તથા પ્રજોત્પત્તિ અને શાસનકર્તાઓની નિમણુંક • મુદ્દો : ૪ ફરીથી કેળવણીને પ્રશ્ન આવે છે. શિક્ષણ પદ્ધતિને ખરડે નં. ૨.
SR No.032057
Book TitlePlateonu adarsh nagar
Original Sutra AuthorN/A
AuthorPranjivan Vishvanath Pathak
PublisherGujarat Vidyasabha
Publication Year1964
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy