SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાસ્તાવિક નિવેદન સને ૧૯૩૭માં ગુજરાત વિદ્યાસભા (તે વખતની ગુજરાત વર્નાકયુલર સાયટી) એ “પ્લેટનું આદર્શ નગર ”નું પહેલું પુસ્તક (પરિચ્છેદ ૧ થી ૫) પ્રગટ કર્યું હતું અને બીજું પુસ્તક (પરિચ્છેદ ૬ થી ૧૦) સને ૧૯૩૮ માં પ્રગટ કર્યું હતું. બને પુસ્તક શ્રી. લલ્લુભાઈ દલપતરામ કવીશ્વર ગ્રંથમાળાના ક્રમાંક ૩ અને ૪ તરીકે પ્રગટ થયાં હતાં આ પુસ્તકની નકલ તે સમયના આજીવન સભાસદો તથા નોંધાયેલાં પુસ્તકાલયને ભેટ તરીકે આપવામાં આવી હતી અને વધારાની નકલે વેચાણ માટે રાખી હતી. વખત જતાં સીલક રહેલી નકલે ખપી ગઈ અને ગુજરાતની અલગ યુનિવર્સિટી થતાં, તેમ જ શિક્ષણનું માધ્યમ મોટે ભાગે ગુજરાતી થતાં અન્ય વિષયની જેમ સમાજશાસ્ત્રના વિષયનાં ગુજરાતી પુસ્તકેની માગ વધવા માંડી અને ‘પ્લેટનું આદર્શ નગર” એ પુસ્તક મળે તેવી વિદ્યાથીઓ તથા અભ્યાસીઓ તરફથી માગણી આવતાં ગુજરાત વિદ્યાસભાએ પુસ્તક ફરીથી છપાવવાનું નકકી કર્યું. પુસ્તક ફરીથી છાપવા લેવાય તે અગાઉ તેના લેખક પુસ્તક તપાસી જઈ ઘટતા સુધારાવધારા કરી આપે તો ઠીક એ દષ્ટિએ શ્રી. પ્રાણજીવનભાઈ પાઠકને વિનંતી કરતાં તેમણે ખૂબ ચીવટપૂર્વક પુસ્તક તપાસી એનું લખાણ સરખું કરી આપ્યું એટલું જ નહિ પણ પુસ્તકને ઉપઘાત નવેસરથી તૈયાર કરી આપ્યો, જેથી પુસ્તકની ગુણવત્તા સારી પેઠે વધી છે. આ થતાં વાચકો તથા અભ્યાસીઓને આખું પુસ્તક સારી પેઠે માર્ગદર્શક નીવડશે એવી શ્રદ્ધા છે. આશા છે કે આ પુસ્તક વિદ્યાથીઓ, અભ્યાસીઓ તેમજ સમાજવિદ્યા તથા ફિલસૂફીમાં રસ ધરાવતાં સૌ વાચકોને ખૂબ ઉપયોગી નીવડશે અને પરિણામે નવી આવૃત્તિ વખતે અનુવાદકે લીધેલી કાળઝ. ભરી મહેનત યથાર્થ થશે. ગુજરાત વિદ્યાસભા, ભદ્ર, અમદાવાદ-૧ ચંદ્રકાન્ત છે, ગાંધી મહાશિવરાત્રિ, સં. ૨૦૨૦ માનાર્હ મંત્રી • તા. ૧૧-૨-૧૯૬૪
SR No.032057
Book TitlePlateonu adarsh nagar
Original Sutra AuthorN/A
AuthorPranjivan Vishvanath Pathak
PublisherGujarat Vidyasabha
Publication Year1964
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy