SearchBrowseAboutContactDonate
Page Preview
Page 373
Loading...
Download File
Download File
Page Text
________________ પરિછેદ ૫ આપણે એને સ્વીકાર કર્યો, અને તે સાવ સાચી રીતે. ત્યારે તે આપણું પુરવાસીઓનું* સ્ત્રીઓ અને બાળકે ઉપર સમાન સ્વામિત્વ હોય એ જ સ્પષ્ટ રીતે રાજ્યને મહાનમાં મહાન ઇષ્ટાપત્તિનું મૂળ થઈ પડશે ? અવશ્ય. અને આપણે જે બીજા સિદ્ધાતનું પ્રતિપાદન કરતા હતા * તેની સાથે આ બરાબર બંધ બેસે છે,–કે પાલકે પાસે ઘર કે જમીન કે બીજી કઈ મિલક્ત નહિ હેય; બીજા (ક) પુરવાસીઓ પાસેથી એમને જે ખોરાક મળે એ જ એમને પગાર, અને એમણે ખાનગી ખરચ પણ કરવામાં નહોતાં; કારણ આપણો આશય એવો હતો કે તેમનામાં પાલકનું સાચું ચારિત્ર બરાબર સચવાઈ રહે. તેણે જવાબ આપે : ખરું. મિલક્ત પરનું સમાન સ્વામિત્વ તથા કુટુંબ પરનું સમાન સ્વામિત્વ એ બંને, હું કહેતે હતો તેમ, એમને ખરેખરા પાલક બનાવશે; પોતાનુંઅને “પારકું” એ વિશેના મતભેદને લીધે તેઓ નગરના ટુકડા નહિ કરી નાંખે; દરેક માણસ પોતે જે કંઈ મેળવ્યું હોય તેને () અલગ પિતાના ઘરમાં ઘસડી જઈ તેમાં (પોતાની) જુદી વહુ અને છોકરાં અને અંગત સુખ અને દુઃખ ઊભાં નહિ કરે; પરંતુ બધાને શું વધારે નિકટનું અને પ્રિય છે એ વિશે તેઓ તમામ એકમત હશે, તેથી તેઓ બધા બની શકે ત્યાં સુધી એ ને એ સુખ અને દુઃખને અનુભવ કરશે. અને તેથી તેઓ બધાં સમાન આદર્શ પ્રત્યે પ્રેરાશે. તેણે જવાબ આપે : જરૂર. અને પોતાના શરીર સિવાય એમની પાસે એવું બીજું કશું નહિ હોય જે તેઓ પોતાનું કહી શકે તેથી તેમનામાં ફરિયાદે કે દાવાઓનું અસ્તિત્વ હશે નહિ; પિસા (૬) કે બાળકે અથવા * પૃષ્ટ ર૬૬ પરની નોંધ જુઓ. ૪ પરિ, ૩ માં.
SR No.032057
Book TitlePlateonu adarsh nagar
Original Sutra AuthorN/A
AuthorPranjivan Vishvanath Pathak
PublisherGujarat Vidyasabha
Publication Year1964
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy