SearchBrowseAboutContactDonate
Page Preview
Page 364
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૯ લેકેને એકઠાં મેળવવાના દરેક પ્રસંગે, જેની લાયકાત ઓછી હોય એવા લોકો અમુક જ ચિઠ્ઠીઓ લે તેવી ચતુરાઈભરેલી રીત આપણે શોધી કાઢવી પડશે અને પછી તેઓ શાસનકર્તાઓને નહિ પણ પિતાનાં જ વાંકા નસીબને દોષ કાઢશે. તેણે કહ્યું : અચૂક. (a) અને હું માનું છું કે આપણું વધારે બહાદૂર અને સારા યુવાનેને બીજાં માન અને પારિતોષકે મળે તે ઉપરાંત એમને જે સ્ત્રીઓ આપવામાં આવી છે તેમની સાથે વ્યવહાર કરી શકે એ માટે વધારે સગવડ આપવી જોઈએ; (એમને આવી સગવડ અપાવી જોઈએ) એ માટેનું (પૂરતું) કારણ એમની બહાદુરી જ છે, અને એવા પિતાઓને બને તેટલા વધારે પુત્રો હોવા જોઈએ.* ખરું. અને યોગ્ય સ્ત્રી કે પુરુષ કે બંને જાતિના અધિકારીઓ, કારણ (આપણે ત્યાં) પુરુષ તેમજ સ્ત્રીઓ પણ અધિકારીઓ હશે જ–. હા. (ક) એ યોગ્ય અધિકારીઓ સારાં માબાપનાં છોકરાંને એક વાડામાં કે વંડામાં લઈ જશે, અને કોઈ અલગ જગ્યાએ રહેતી હોય તેવી અમુક આયાઓને એ છોકરાં સોંપશે; પરંતુ હલકાં (માબાપનાં) છોકરાંને અથવા સારાં માબાપનાં છોકરાંને ભેગોગે કંઈ ખેડ હેય તેતેમને જે રીતે ત્યાગ કરે જ જોઈએ તે રીતે તેમને કઈ ગૂઢ જગ્યામાં મૂકી આવશે. ૪ * જુઓ નીચે ૪૬૮– + પરંતુ સરખાવો પરિ. ૩: ૪૦૨-૩-૬. * પ્રાચીન ગ્રીસમાં રિવાજ હતો કે માંદલાં કે નમાલાં બાળકોને ઉછેરીને સમાજને નિર્બળ ન બનાવતાં તેમને નિર્જન જગ્યામાં છોડી દેવામાં આવતાં, અને આ રિવાજ ખાસ કરીને પ્લેટોને પોતાના આદર્શની સૌથી નજીક લાગેલું એવા સ્પાર્ટીના રાજ્યમાં હતા,
SR No.032057
Book TitlePlateonu adarsh nagar
Original Sutra AuthorN/A
AuthorPranjivan Vishvanath Pathak
PublisherGujarat Vidyasabha
Publication Year1964
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy