SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૨ પરિચછેદ ૪ કપડાં કે જેડા પહેરવાના છે, વાળ ઓળવાની રીત; સામાન્ય વર્તણુક અને રીતભાત,–તમે મારી સાથે સંમત થશે ને ? હા. પરંતુ હું માનું છું કે આવી બાબતમાં કાયદા ઘડવા એ વિવેકભર્યું નથી,-એમ કદી થયું હશે કે નહિ એ વિશે મને શંકા છે; તેમ જ એ વિશેનાં કઈ ચોક્કસ લેખિત શાસને લાંબે વખત ટકે એ સંભવ (પણ) નથી. અશક્ય. ઍડેઈમેન્ટસ, ભાણસને જે દિશા તરફ કેળવણી વાળે છે તે જ એના ભવિષ્યના જીવનની () નિયામક થશે એમ દેખાય છે. સમાન શું સમાનને હંમેશાં આકર્ષતું નથી અચુક. તે એટલે સુધી કે (તેમાંથી) એક વિરલ અને મહાન પરિણામ નીપજે, જે સારું હોય અને સારાથી ઊલટું પણ હોય. એની ના ન પાડી શકાય. મેં કહ્યું. અને આ કારણે એ વિશે વિગતવાર કાયદા ઘડવાને હું પ્રયત્ન નહિ કરું. તેણે જવાબ આપે એ તદન સ્વાભાવિક છે. વારુ, અને બજારની લેવડદેવડ વિશે, અને માણસમાણસ વચ્ચેની સાધારણ આપલે, અથવા વળી કારીગરો સાથેનાં કબૂલાતનામાં વિશે; અપમાન (૩) અને નુકસાન વિશે અથવા કામની શરૂઆત અને જ્યુરીની નિમણુંક વિશે તમે શું કહેશે ? આપણી * Does not like always attract like ?—જે જેના જેવું છે તેને તે આકર્ષે છે–આ સિદ્ધાન્ત ગ્રીક ફિલસૂફીમાં મૂળ એમ્પકિલસે રાપેલો. આપણે ફિલસૂફીમાં પણ આ સિદ્ધાન્ત દેખા દે છે–8. શબ્દ કાનથી સંભળાય છે કારણ શબદ આકાશનો ધર્મ છે અને શ્રવણેન્દ્રિયમાં પણ આકાશતત્વ છે વગેર
SR No.032057
Book TitlePlateonu adarsh nagar
Original Sutra AuthorN/A
AuthorPranjivan Vishvanath Pathak
PublisherGujarat Vidyasabha
Publication Year1964
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy