SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૬ પરિછેદ ૪ () અને ધારો કે લડતમાં જોડાતા પહેલાં, જે સત્ય છે તે કહેવાને આપણા પુરવાસીઓ બે નગરરાજ્યોમાંના એકને ત્યાં એલચી મોકલે છે, (અને કહેણ મોકલાવે છે કે, સોનું અને રૂપું તો અમારી પાસે નથી, તેમજ એ રાખવાની અમને પરવાનગી પણ નથી, પણ તમે ભલે રાખો; માટે લડાઈમાં તમે જરૂર જોડાઓ અને અમને મદદ કરો, તથા બીજા નગરરાજ્યમાંથી જે કંઈ લૂંટ મળે તે લે. આ શબ્દો સાંભળ્યા પછી, પોતાના પક્ષમાં કુતરાઓને લઈને કુમળાં ઘેટાંઓની સામે લડવાનું છેડી દઈને પાતળા (પણ) થાકે નહિ તેવા કુતરાઓ સામે લડવાનું કાણું પસંદ કરશે ? એ શક્ય નથી; અને તોપણ બીજાં ઘણાં રાજ્યનું ધન કે. (૪) એક રાજ્યમાં આ રીતે એકઠું કરવામાં આવે, તે (આપણું) ગરીબ રાજ્ય ભયમાં આવી પડે (એમ ન બને ) ? પણ આપણું સિવાય બીજા કોઈને માટે તમે “રાજ્ય” શબ્દ જરા પણ વાપરે છો એ તમારે માટે કેટલું બાલિશ કહેવાય ? એમ કેમ ? બીજા રાજ્ય વિશે વાત કરતાં તમારે બહુવચનમાં બોલવું જોઈએ; તેઓ રમતમાં કહે છે તેમ તેમાંનું એકેય એક-નગરરાજય નથી પણ “બહુ–નગરે” છે. કારણ ખરેખર દરેક નગર, ગમે તેટલું નાનું હોય તો પણ વસ્તુતઃ બે વિભાગમાં વહેંચાયેલું હોય છે, એક ગરીબોનું નગર, બીજું ધનવાનનું નગર; આ એક બીજા સામે લડાઈ કરતાં હોય છે; અને (એ બેમાંથી ગમે તે) એક વિભાગમાં બીજા ઘણું (૨૩) નાના નાના વિભાગો હોય છે, અને એ બધાને જે એક રાજ્ય તરીકે તમે ગણે, તે એમાં તમે તદ્દન ભૂલ ખાઓ છે. પરંતુ એ ઘણાં (રાજ્ય) છે એ રીતે જે તમે એની સાથે વ્યવહાર કરે અને એકની પાસેથી સત્તા અને ધન લઈને બીજા પક્ષનાં માણસોને * સામ્યવાદને વર્ગવિગ્રહનો સિદ્ધાન્ત યુરોપીય ઇતિહાસ અને વિચારણામાં અહિં પહેલવહેલો જોવામાં આવે છે. સરખાવો, લેઝ'-, ૮, ૮૩૨- *
SR No.032057
Book TitlePlateonu adarsh nagar
Original Sutra AuthorN/A
AuthorPranjivan Vishvanath Pathak
PublisherGujarat Vidyasabha
Publication Year1964
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy