SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩ ૧૫t તેણે કહ્યું : હા. (૪૮૪) અને શું આપણું સામાન્ય કસરતબાજોની શરીરની રહેણીકરણ એમને માટે અનુકૂળ ગણાશે ? શા માટે નહિ ? મેં કહ્યું? મને બીક એ છે કે એ લોકોની છે તેવી શરીરની રહેણીકરણી ઊંઘણશી બનાવી મૂકે છે અને વધારામાં (એમની ટેવ આરોગ્યને હાનિકારક થઈ પડે છે. તમે શું એ નથી જોતા કે આ કસરતબા પિતાની જીંદગી ઊંઘમાં જ કાઢે છે અને તેમના રિવાજ પ્રમાણેની ખાવાપીવાની વિધિમાં જે જરા જેટલા અંશે પણ તેઓ ફેરફાર કરે, તે ભયંકર માંદગી થવાને એમને સંભવ રહે છે? હા, મેં જોયું છે.* મેં કહ્યું ત્યારે ઉનાળાને તાપ અને શિયાળાની ઠંડીના, (તથા) પાણી અને ખોરાકને જે અનેક ફેરફારો એમને લડાઈને પ્રસંગે સહન કરવા પડશે તેમાં એમનું આરોગ્ય પડી ભાંગવાને સંભવ ન રહે એટલા (ર) માટે, આપણે લાયક કસરતબાએ જાગતા કૂતરાઓ જેવા થવાનું છે અને જેમણે અત્યંત તીણ રીતે જોવાનું તથા સાંભળવાનું છે તેમને માટે સૂક્ષ્મ પ્રકારના શિક્ષણની જરૂર પડશે. મારો એ મત છે. ખરેખરી ઉત્કૃષ્ટ શારીરિક કેળવણું, આપણે હમણાં જ જેનું વર્ણન કરતા હતા તેવી સાદી માનસિક કેળવણીની જેડિયા બહેન થાય. એ કેવી રીતે ? કેમ, આપણી માનસિક કેળવણીના જેવી સાદી અને સારી શારીરિક કેળવણી પણ છે એ મારે ખયાલ છે; ખાસ કરીને લશ્કરી તાલીમ. તમે શું કહેવા માગે છે? મારો અર્થ હોમરમાંથી સમજી શકાશે. તમને ખબર છે કે * પરિ. ૩ : શારીરિક કેળવણ-સુદ ૧, ખોરાક
SR No.032057
Book TitlePlateonu adarsh nagar
Original Sutra AuthorN/A
AuthorPranjivan Vishvanath Pathak
PublisherGujarat Vidyasabha
Publication Year1964
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy