SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦. ૧૪૩ હતા તેની મને પૂરેપૂરી ખાત્રી નથી—એ પ્રશંસા કે નિ ંદા કરતા હાય એમ દેખાતું હતું; પરંતુ હું કહેતા હતા તેમ આ વિગતે ડૅમનને પોતાને પૂછી હાય, તેા જ વધારે સારું, કારણ તમે જાણેા છે કે વિષયનું પૃથક્કરણ કરવું મુશ્કેલ છે—નહિ ? મારે કહેવું જોઈ એ કે જરા ( મુશ્કેલ ) તે ખરું. પરંતુ લાલિત્ય કે લાલિત્યના અભાવ તે સારા કે ખરાબ તાલનું પરિણામ છે એટલું જોઈ શકવામાં તે કંઈ મુશ્કેલી પડે એમ નથી. જરા પણ નહિ. (૩) અને એ પણ -- કે સારા અને ખરાબ તાલ સ્વાભાવિક રીતે જ સારી અને ખરાબ શૈલી સાથે એક થઈ રહે છે; અને એવી જ રીતે સંવાદ અને વિસ વાદ શૈલીને અનુસરે છે; કારણ આપણા સિદ્ધાન્ત અનુસાર શબ્દો સંવાદ ( તાન ) અને તાલ (તે)નું નિયમન કરે છે, નહિ કે એ (અને) શબ્દોનું. તેણે કહ્યું: એમ જ, સંવાદ અને તાલે શબ્દાનું અનુસરણ કરવું જોઈ એ. અને શબ્દો અને શૈલિના સ્વરૂપના આધાર શુ આત્માના સ્વભાવ પર રહેલા નથી ? હા. અને બીજા બધાના આધાર શૈલિ પર ! હા. ત્યારે શૈલિ અને સ્વરસંવાદ અને લાલિત્ય અને ( ૬ ) સારા તાલનું સૌદર્યાં. સરલતાને અવલ બીને રહ્યું છે—મારો કહેવાનો અર્થ એ છે કે સુવ્યવસ્થિત અને મહાનુભાવ ચિત્ત અને ચારિત્ર્યની સરલતા; નહિ કે પેલી બીજી સરલતા જે માત્ર મૂર્ખાઈ ને બદલે વપરાતા એક હળવા શબ્દ છે ? તેણે જવાબ આપ્યો : તદ્દન ખરું. અને જો આપણા યુવાને પેાતાનું જીવનકાર્ય સિદ્ધ કરવાનું હોય
SR No.032057
Book TitlePlateonu adarsh nagar
Original Sutra AuthorN/A
AuthorPranjivan Vishvanath Pathak
PublisherGujarat Vidyasabha
Publication Year1964
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy