SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૮ પરિચ્છેદ ૨ - ત્યારે જોડી કાઢેલી વાર્તાઓના લેખકે પર 'એક (ક) “સેન્સર (પરીક્ષક) નીમવાનું કાર્ય પહેલું કરવું પડશે; જે કઈ સારી કથા હશે તેને પરીક્ષક સ્વીકાર કરશે અને ખરાબને નામંજૂર કરશે; અને આયાઓ અને માતાઓ આવી પ્રમાણભૂત વાતે જ પોતાનાં બાળકોને કહે એમ આપણે ઈચ્છીશું. પિતાના હાથે (નાનાં બાળકના) શરીરને જે રીતે તેઓ ઘડે છે, એનાથી પણ વધારે લાડથી આવી વાતો દ્વારા ભલે એ એમનાં મન ઘડે; પરંતુ અત્યારે જે વાતને ઉપયોગ થઈ રહ્યો છે એમાંની ઘણીખરીને ફેંકી દેવી પડશે. તેણે કહ્યું: તમે કઈ વાતોને ઉલ્લેખ કરે છે ? કહ્યું : વધારે મેટી વસ્તુની છાયા નાની (૩) વસ્તુમાં તમને મળી આવે, કારણ તે બન્નેમાં એક જ પ્રાણુ છે, અને એ અવશ્ય એક જ જાતની છે. તેણે જવાબ આપે : એ સંભવિત છે. પરંતુ તમે કોને વધારે મોટી વસ્તુ કહે છે એની મને હજી સમજણ પડતી નથી. મેં કહ્યું : સમસ્ત માનવજાતના જે હરહંમેશના કથાકારે છે એવા હોમર, હિસિયડ અને બાકીના કવિઓએ જે કથાઓ કહી છે તે. તેણે કહ્યું? પણ એમાંની કઈ કથાઓ તમે ન કહેવા જેવી ગણો છો, અને એમાં તમે કયો દોષ જુઓ છો ? ' કહ્યું: એ દેવ—જેનું સ્વરૂપ અત્યંત ગંભીર છે, જુઠું બોલવાને, અને વળી વધારામાં, ખરાબ જુઠું બોલવાને. 'પણ આ દેશ ક્યાં થયો છે? (૬) જ્યારે જ્યારે દેવો અને વીર પુરુષના સ્વભાવનું ભૂલભરેલું આલેખન કરવામાં આવ્યું છે, ત્યારે–ઉદાહરણાર્થ (જે ચિત્રમાં) અસલની સાથેના સામ્યને એક છાંટ પણ ન હોય એવું ચિત્ર ચિત્રકાર ચીતરે ત્યારે. જ લગ્ન' નામના સંવાદમાં પ્રેટે ફરીથી આ વિષય ચર્ચે છે.
SR No.032057
Book TitlePlateonu adarsh nagar
Original Sutra AuthorN/A
AuthorPranjivan Vishvanath Pathak
PublisherGujarat Vidyasabha
Publication Year1964
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy