SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ પરિછેદ ૨ મળી આવે છે; આપણો મિત્ર કૂતરે એનું બહુ સારું ઉદાહરણ છે. તમે જાણો છો કે પિતાના પરિચિત અને ઓળખીતાઓ તરફ તે બધી રીતે નમ્ર હોય છે અને અજાણ્યાઓ તરફ એથી ઉલટો જ હેય છે. હા, જાણું છું. તે પછી ગુણોના એવા જ સજનવાળા કેઈ પાલક આપણને મળી આવે તો એમાં કશું અસંભવિત કે કુદરતના નિયમ વિરુદ્ધ નથી, –નહિ ? અવશ્ય નહિ. (હ) પ્રાણવાન સ્વભાવ ઉપરાંત, જે પાલક થવાને યોગ્ય છે એને ફિલસૂફના ગુણોની શું આવશ્યકતા નહિ રહે ? તમારે અર્થ હું સમજતો નથી. (૩૭૬) મેં જવાબ આપ્યો : જે ખાસિયત વિશે હું અત્યારે વાત કરું છું એ કુતરામાં પણ મળી આવે છે, અને તે પ્રાણી એ માટે પ્રસિદ્ધ છે. કઈ ખાસિયત ? કેમ, જ્યારે જ્યારે કૂતરે અજાણ્યાને જુએ છે, ત્યારે ત્યારે એ ગુસ્સે થાય છે; અને જાણીતાને જુએ ત્યારે આવકાર આપે છે, જે કે એકે એનું કદી નુકસાન કર્યું નથી, અને બીજાએ કહ્યું ભલું કર્યું નથી. તમને શું આ કદી વિચિત્ર લાગ્યું નથી ? આ વાત પહેલાં કદી મારું ધ્યાન ખેંચ્યું નહોતું, પરંતુ તમારા કથનનું સત્ય હું તદ્દન સમજી શકું છું. અને, જરૂર, કૂતરાની આ સાહજિક પ્રેરણું અત્યંત (૨) સુંદર છે—આપણે કૂતરે સાચો ફિલસૂફ છે. શાથી ? -
SR No.032057
Book TitlePlateonu adarsh nagar
Original Sutra AuthorN/A
AuthorPranjivan Vishvanath Pathak
PublisherGujarat Vidyasabha
Publication Year1964
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy