SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ કેટલાએ અખતરાઓ કરેલા છે; તેવી જ રીતે માનવવિચારના વિકાસમાં પણ આપણને અનેક ગૂંચળાઓ દેખાય છે. નેફેનીસ નામના ગ્રીક વિચારકે પૂર્વના દેશમાં ઘણી મુસાફરીઓ કરેલી અને કોઈ નવા ધર્મને પ્રચાર કરતો હોય તે રીતે તેણે પ્રતિપાદન કર્યું કે “વિશ્વમાં રહેલી અનેક વસ્તુઓ એકરૂપ થઈને એના પ્રત્યે વહે છે, અને એ એક તત્ત્વ ઈન્દ્રિયથી પર તથા અવિનાશી છે”—એ તત્ત્વની વ્યાખ્યા કે વર્ણન કરી શકાય નહિ કારણ કે એ પ્રકારે વર્ણન કરતાં આપણે માનવ બુદ્ધિના બંધારણ અનુસાર જ એનું ચિત્ર રવાના અને એ રીતે “ગધેડે ઈશ્વરનું આલેખન કરવા મેટા ગધેડાનું ચિત્ર દોરે” એવી ભૂલ થવાનો સંભવ છે. એક, શાશ્વત, અપરિણામી તત્ત્વ અને બીજી બાજુ ક્ષણે ક્ષણે બદલાતું પરિણામી વિશ્વ-એ બે વચ્ચે વિચારના દષ્ટિબિંદુએ મેળ સાધવો બહુ મુશ્કેલ છે. જે કંઈ પરિણમી વસ્તુ છે, તેમાં અમુક તે સ્થાયી તત્વ હોવું જ જોઈએ, નહિ તે આપણે–આ ફલાણી વસ્તુ બદલાય છે–એવું વિધાન પણ ન કરી શકીએ.—એ વિધાન કરવા પુરતી તે વસ્તુ સ્થાયી અથવા અપરિણામી છે એટલે કે વિશ્વમાં માત્ર પરિણામે જ અસ્તિત્વ ધરાવતાં હોય, તો અમુક વસ્તુ બદલાય છે એમ આપણે ઘટાવી શકીએ નહિ. માનવ બુદ્ધિ વિશ્વમાં અમુક સ્થિર વસ્તુ અને એનાં પરિણામ વચ્ચે ભેદ પાડે છે, પરંતુ અંદરની સ્થાયી વસ્તુ અને એનાં બાહ્ય પરિણામે વચ્ચેના સંબંધનું નિરૂપણ કરી શકાતું નથી. કારણ સ્થિર વસ્તુ પોતે જે પરિણામ પામે તે એ સ્થિર નથી, અને પરિણામે જે સ્થાયી થઈ જાય તો એને પરિણામે ન કહી શકાય,–અને છતાં સ્થાયી વસ્તુ અને એનાં પરિણામોને સમજવા માટે માનવ બુદ્ધિને એ બંનેની અપેક્ષા રહે છે. અવનવા ફેરફારો થવા માટે કઈક વસ્તુ તે હોવી જ જોઈએ, કારણ જે વસ્તુ જ ન હોય તે બદલાય એવું કશું રહેતું નથી; બીજી દષ્ટિએ જોતાં આપણે અપરિણમી તત્ત્વને સીધે સીધે અનુભવ કરી શક્તા.
SR No.032057
Book TitlePlateonu adarsh nagar
Original Sutra AuthorN/A
AuthorPranjivan Vishvanath Pathak
PublisherGujarat Vidyasabha
Publication Year1964
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy