SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૩ ત્યારે આવકની સરખે સરખી રકમ ઉપર ધર્મિષ્ઠ માણસ વધારે અને અધમ ઓછો કર આપે છે અને જ્યારે કંઈક પણ (મતનું) મળવાનું હોય ત્યારે એકને (અધર્મીને) વધારે મળે છે અને બીજાને (ધર્મિષ્ઠને) કંઈ મળતું નથી. જ્યારે (૩) તેઓ કઈ પણ હદ્દો સ્વીકારે ત્યારે શું બને છે એ પણ જુઓ; ધર્મિષ્ઠ માણસ પોતાના (સ્વાર્થની) બાબતે તરફ બેદરકાર રહે છે, કદાચ બીજાં નુકશાન પણ વેઠે છે, અને પિતે ધર્મિષ્ઠ છે માટે લેકે તરફથી પણ તેને કંઈ મળતું નથી; વળી ગેરકાયદેસર રીતે મદદ કરવાની ના પાડવા માટે તેના ઓળખીતાએ અને મિત્રે તેને ધિક્કારે છે. પણ અધર્મીની બાબતમાં આ તમામ ઉલટું જ થઈ રહે છે. હું પહેલાં (૩૪૪) કહેતો હતો તેમ-મોટા પાયા પર (ગંજાવર) અધર્મ–જેમાં અધમને લાભ સૌથી સ્પષ્ટ રીતે જણાઈ આવે છે-તે વિશે હું બેલું છું; અને જ્યાં બધાં માણસો કરતાં (ખરો) ગુનેગાર જ સૌથી સુખી હોય છે, અને જેઓ અધર્મ આચરવાની ના પાડે છે તેઓ એટલે કે સહન કરનારાઓ જ જ્યાં સૌથી વધારે દુઃખી હોય છે–એવા અધર્મના સૌથી ઉચ્ચતમ સ્વરૂપ પર જે તમે નજર નાંખશો, તે ભારે અર્થ તમને અત્યંત સ્પષ્ટપણે રજુ થશે–એટલે કે પ્રજાપીડક તંત્રમાં, જ્યાં બીજાઓની મિલકત છેતરપીંડીંથી અને બળજબરીથી, કકડે કકડે નહિ, પણ આખી ને આખી પડાવી (૨) લેવામાં આવે છે, જ્યાં ખાનગી અને જાહેર, પવિત્ર અને અપવિત્ર બાબતોને એક (વર્ગ)માં જ સમાવેશ કરવામાં આવે છે; (અને જ્યાં એવાં ખરાબ કામ કરવામાં આવે છે કે) જે દુષ્ક માટે, જે તેમાંના એકેયને છૂટું આચરતાં કોઈ પકડાય, તે તેને સજા કરવામાં આવે અને મેટો અપયશ મળે–અને છૂટાછવાયા પ્રસંગે જેઓ તેવાં દક્ કરે છે તેમને મંદિરના લુંટારુ, માણસોને ઉપાડી જનારા, મારફડ કરનારા, લુચ્ચા અને ચોર એમ આપણે કહીએ છીએ. પરંતુ નગરવાસીઓને પૈસો લઈ લેવા ઉપરાંત જ્યારે કેઈ તેમને ગુલામ પણ બનાવે છે, ત્યારે આ ધિક્કારસૂચક
SR No.032057
Book TitlePlateonu adarsh nagar
Original Sutra AuthorN/A
AuthorPranjivan Vishvanath Pathak
PublisherGujarat Vidyasabha
Publication Year1964
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy