SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ સાલના સંપૂર્ણ ભારતને આવરી લઈને ભાષાઓની માહિતી એકઠી કરી. પહેલી માહિતી પ્રમાણે કુલ ૨૩૧ ભાષા અને ૭૭૪ પેટાભાષા બોલાતી હોવાનું જણાયું. પરંતુ પ્રત્યક્ષ તપાસે આ સંખ્યા અનુક્રમે ૧૭૯ અને ૫૪૪ની દર્શાવી. સહુ પોતપોતાની જાતિનું પોતાની ભાષાને નામ આપી દેતાં. “તેલી હણતો મી તેલી ભાષા બોલતો' (પૃ. ૯૩). આમ થવાથી ભાષાની થયેલી સંખ્યાને પ્રત્યક્ષ તપાસે ઓછી કરી નાંખી. ત્યાર બાદ લેખકે ઈ.સ.૧૮૯૪થી શરૂ થઈને લગભગ ૩૪ વર્ષ પૂરા થયેલા જૉર્જ ગ્રીઅર્સનના ભારતીય ભાષા સર્વેક્ષણની વિગતો આપી છે. આટલી વિગતો પછીથી લેખક પેટાભાષાનું મૂલ્ય સમજાવતાં કહે છે કે વ્યક્તિ વ્યક્તિ વચ્ચેનું અંતર દૂર કરવા માટે પેટાભાષાના ઉપયોગ જેવો બીજો કોઈ ઉત્તમ માર્ગ નથી. આથી આનું મહત્ત્વ જેટલું વહેલું સમજાય તેટલું સારું. ડૉ. કાલેલકર આ અંગે “ઇંગજીત બોલન લોકજાગતી હોત નાહી છે જ્યાના કળતે ત્યાંના તી હિંદીત કિવા પ્રમાણભૂત મરાઠીત બોલુન હી હોણાર નાહી હે કળલે પાણિજે (પૃ. ૯૬). આમ કહે છે તે કેટલું બધું સાચું છે તે આ ક્ષેત્રમાં પડેલાં સહુ કોઈ કબૂલ કરશે. વિચાર અને વાણીને સંબંધ પરંપરાગત છેલ્લા પ્રકરણમાં ડૉ. કાલેલકર ‘ભાષાંચ્યા ક્ષેત્રમર્યાદા'ની ચર્ચા કરે છે. આપણે જોયું છે કે પરિવર્તનનું સાતત્ય એ ભાષાના ઇતિહાસમાં આદિ તત્ત્વ છે. પરંતુ જે આશય માટે સમાજ જુદી જુદી સંજ્ઞા યોજે છે તે આશય તો અબાધિત હોય છે. દાખલા તરીકે પાંદડું' શબ્દ વડે જે આશય સિદ્ધ કરવાનો છે તે સંસ્કૃત કાળમાં પણ’, પ્રાકૃતકાળમાં પણ અને આજે પાન” જેવાં ભિન્ન ભિન્ન ઉચ્ચારણો વડે થાય છે, પરંતુ આશય પોતે તો તે જ રહ્યો છે. આનો અર્થ એ થયો કે કોઈ એક કલ્પના અને તેને વ્યક્ત કરનાર ધ્વનિસમૂહનો સંબંધ નિસર્ગ પ્રાપ્ત નથી, કાર્યકારણવાળો નથી, એ તો છે માત્ર પરંપરાગત. એક જ આશયને વ્યક્ત કરવા વિભિન્ન ભાષાસમાજ વિભિન્ન શબ્દોનો ઉપયોગ કરે છે તે આ ઘટનાના મોટા પુરાવારૂપ છે. આપણે પરભાષાના શબ્દો આપણી ભાષામાં લઈ શકીએ છીએ ત્યાં પણ ધ્વનિ અને અર્થના નૈસર્ગિક સંબંધનો અભાવ આપણને મદદરૂપ થાય છે. પરંતુ ધ્વનિ તો ભાષામાં પરિવર્તન પામ્યા જ કરતો હોય છે. વળી દરેક પ્રદેશમાં પરિવર્તનનું રૂપ પણ જુદું જુદું થતું હોય છે. આવું રૂપ સમાજના વાવ્યવહારમાં અડચણકર્તા ન થાય ત્યાં સુધી આપણે તેને સ્થાનિક ભેદ કહી શકીએ. પરંતુ આ ૩૫ના ભેદપ્રભેદો વધવા અને વાવ્યવહારમાં કદી કદી અડચણ પણ દેખાવા લાગે ત્યારે તે રૂપને પટાભાષા કહી શકાય. આથી આગળ વધીને એ ભેદ એટલો બધો થઈ જાય કે પ્રસ્તુત રૂપને શીખ્યા વિના પામી જ ન શકાય ત્યારે ભાષા બની ગઈ ગણાય. અને એક રૂપ જ્યારે ભાષા બની રહે ત્યારે તો લિપિ વડે તેનું સાહિત્ય પણ બદ્ધ થાય. જ્યાં પેટાભાષામાંથી ભાષા થવાની પરિસ્થિતિ ઊભી જ ન થઈ હોય તેવા સમાજ કંઈ થોડા નથી. કોંકણી, ખાનદેશી, વરહાડી વગેરે આજે પણ મરાઠી લિપિને જ ઉપયોગ કરે છે અને ભીલી, કચ્છી વગેરે તે જ રીતે ગુજરાતી લિપિનો ઉપયોગ કરે છે. સરહદને પ્રશ્ન કોઈ પણ એક ભાષાના પ્રાદેશિક રૂપોની સરહદ નિયત કરવી તે લગભગ અશક્યવત્ છે. માત્ર સ્થાનભેદ પ્રમાણે આવાં રૂપોના ફેરફાર સમોચ્ચારદર્શક રેખાઓ વડે દર્શાવી શકાય. પેટા
SR No.032055
Book TitleBhasha Vivechan
Original Sutra AuthorN/A
AuthorShantibhai Acharya
PublisherGujarat Vidyapith
Publication Year1973
Total Pages52
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy