SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭ ધ્વનિને સમજાવતાં લેખક કહે છે : '... પરંતુ ભાષાવિજ્ઞાનીઓ માનવમુખમાંથી ધ્વનિયંત્રમાંથી નીકળેલા શબ્દને જ ધ્વનિ કહે છે.” (પૃ. ૧૧૨) કયા ભાષાશાસ્ત્રીઓ આમ કહે છે તે વિગત લેખકે આપી હોત તો વિધાનની ચોકસાઈ ઉપરાંત આ શાસ્ત્રના અભ્યાસીઓને નવી વાત જાણ્યાનો લાભ પણ મળ્યો હોત! આ પછીથી લેખકે ભાષાશાસ્ત્રના મૂળમાં પડેલી (Phonenne) ધ્વનિગ્રામની વાત હાથ ધરી છે. આ સમજાવતાં લેખકે લખ્યું છે કે “અંગ્રેજી ભાષામાંથી ઉદાહરણો લઈએ તો એક જ ધ્વનિના સ્થાનાંતરે કેવા ઉચ્ચારભેદ થાય છે તેની વિશેષ સ્પષ્ટતા થશે.” (પૃ. ૧૧૩) જો concept વિષે મનમાં સ્પષ્ટતા હોય તો શું અંગ્રેજી કે શું ગુજરાતી, કોઈ પણ ભાષા વડે સ્પષ્ટતા થાય. વિશેષ સ્પષ્ટતા માટે અંગ્રેજી જ જરૂરી છે તેવું અમને લાગતું નથી. હા, એટલું ખરું કે અંગ્રેજી પુસ્તકમાંનાં દૃષ્ટાંતો (મહદંશે સમજ્યા વગર) સીધેસીધાં મૂકી શકાય એટલી સગવડ તેનાથી જરૂર પૂરી પડી શકે! લેખકે ભાષાશાસ્ત્રની રૂઢ સંજ્ઞાઓ છે તેનો પણ ઉપયોગ કર્યો છે. Phonemeળે દર્શાવવાની રીતિ તજજ્ઞોમાં | | આવી બે રેખાઓ વચમાં મૂકવાની છે. અને ધ્વનિને દર્શાવવા માટે [] આવા કૌંસનો ઉપયોગ થાય છે. પ્રસ્તુત પુસ્તક પૃ. ૧૧૩ પર નોંધે છે : “છતાં ધ્વનિગ્રામ (phoneme) એક જ, p [ k] જ છે.” અર્થાત્ Phoneme માટે અહીં આ [] કૌસ વપરાયો છે! આ પછીથી દ્રવિડિયન ભાષાનું દૃષ્ટાંત આપીને તો લેખકે હદ કરી છે. તેઓ લખે છે : “દ્રાવિડી ભાષાઓમાં, ૩, ૪, ૬, માટે સમાન લિપિસંજ્ઞા છે. (ઉ.ત. લિખિત શબ્દ કાતિનો ઉચ્ચાર થાય ગાધિ). એ ભાષાઓમાં એ સર્વ ધ્વનિઓનો એક જ ધ્વનિગ્રામ બને છે એમ ગણવું જોઈએ.” (પૃ. ૧૧૪) પહેલી વાત તો એ છે કે દ્રાવિડી ભાષાઓમાં’ સમાન લિપિસંજ્ઞાની વાતને પરીકથા ગણી શકાય. ભાષાશાસ્ત્રવિષયક પુસ્તકોની વાતને છોડીને પણ દ્રવિડિયન ગુપની મુખ્ય ચાર ભાષાઓમાંથી કોઈ પણ એકના ભાષકને પૂછવાની પણ જો તકલીફ લેવાઈ હોત તો આવું વિધાન મૂકવાની હામ ભિડાઈ ન હોત. તામિલ સિવાયની અન્ય ત્રણે મુખ્ય દ્રવિડિયન ભાષાઓમાં લેખકે વર્ણવેલ ચારે વર્ગો માટે ભિન્ન લિપિસંજ્ઞા છે. અમે આ માટે લેખકને જિજ્ઞાસા હોય તો ઈ.સ. ૧૯૫૮નું Our India પ્રકાશનનું “The languages of India” પુસ્તક જોઈ જવાનું નમ્ર સૂચન કરીએ છીએ. વળી આ અંગે લેખક નોંધે છે તેવા ઉચ્ચારણના ગોટાળા થવાનો પણ સંભવ નથી. જે ભાષાઓની વાત કરી છે તેનું ઘોર અજ્ઞાન જ આવાં વિધાનો માટે જવાબદાર ગણાય! પ્રત્યેક ભાષાને પોતાની આગવી રીતિ હોય છે તે વાત લેખક ચૂકી જાય છે. લેખકે જ નોંધેલી ભાષાની વાત કરીએ તો તામિલમાં અનુનાસિક પછી આવતા સ્પર્શો અને સંઘર્થીઓ સઘોષ બને છે એમ કહી શકાય. આથી ઉ.ત. | ‘લાકડી’નું ઉચ્ચારણ વુિ થાય. આ રીતિનું જો લેખકે ધ્યાન રાખ્યું હોત તો તદ્ન કંવદત્તી ઉતારવા પ્રેરાયા ન હોત ! આ પછીથી લિપિમાં નહીં દર્શાવાતા આ ચારે ૩, ૪, ૫, ઘનો એક જ ધ્વનિગ્રામ બને છે એવી મૌલિક શોધ કરીને લેખકે ધ્વનિગ્રામની વ્યાખ્યા પણ ઘડી કાઢી છે! તેઓ લખે છે, આમ એક જ ધ્વનિ કે સમાનરૂપના ધ્વનિઓના સમુદાય જેનું એ ભાષામાં સમાન રીતે પ્રવર્તન થાય છે (અર્થાત્ જેની વિભિન્નતાને કારણે અર્થભેદ થતો ન હોય) તેને ધ્વનિગ્રામ કહે છે.” (પૃ. ૧૧૪) અને પછી (પૃ. ૧૧૫) પર ઉમેરે છે : “સાર્થક ધ્વનિ માટે કેવળ એક જ સંકેત હોય એ ધ્વનિગ્રામનું લાક્ષણિક તત્ત્વ છે.” આ લખીને લેખકે એ જ પાન પર લૂમફિલ્ડ, સ્ટર્ટલેંટ અને ભા. ૩
SR No.032055
Book TitleBhasha Vivechan
Original Sutra AuthorN/A
AuthorShantibhai Acharya
PublisherGujarat Vidyapith
Publication Year1973
Total Pages52
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy