SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ તેમની વાતની સમજણ હોવી જોઈએ એમ અમારું માનવું છે. અહીં બંને વાતનો ગોટાળો માલૂમ પડે છે. આટલી મુખ્ય મુખ્ય વિગતો ઉપરાંત એવાં ઘણાં બીજાં વિધાનો છે જેને સમજવાં મુશ્કેલ થઈ પડે તેમ છે. ઉ.ત. ‘ભાષા મનોગત વિચારનું શ્રોત્રગ્રાહ્ય (કે દૃષ્ટિગ્રાહ્ય) આવિષ્કરણ છે.' (પૃ. ૫) ‘માનવશરીરનાં જે અંગો ધ્વનિ ઉત્પન્ન કરે છે તે અંગોનું .. જ્ઞાન ભાષાવૈજ્ઞાનિકોને હોવું આવશ્યક છે.' (પૃ. ૬) ‘ભાષાવૈજ્ઞાનિકનું પ્રધાન લક્ષ્ય ભાષાનું યથાતથ સમ્યક્ અધ્યયન કરવાનું રહે છે.’ (પૃ. ૧૨) આદિ તેનાં ઉદાહરણો છે. બીજા પ્રકરણમાં લેખકે પશ્ચિમમાં અને આપણે ત્યાં ભાષા વિષે વિચારણા કરનાર મુખ્ય મુખ્ય વ્યકિતઓની તપસીલ આપી દીધી છે. આ નામોની સાથે જ કૌંસમાં જે તે વ્યકિતની સમય તવારીખ આપી હોવાના કારણે તે તે વ્યકિતઓના સમય જાણવા માટે તે માહિતી ઉપયોગી ગણાય. સાથોસાથ જે તે નામોના ગુજરાતી પર્યાયો જે રીતે લખવામાં આવ્યા છે તેથી જે તે ભાષાનાં યથાતથ ઉચ્ચારણો લેખક જાણતા હોય તેવો ભ્રમ પેદા કરવામાં આવ્યો હોવાનું જણાય છે. ઉ.ત. પુ. ૧૭ પર Maxmullerમાંના u ને ‘યુ’થી દર્શાવ્યો છે જ્યારે Delbruk માંના ૫ ને ‘’થી. આ દૃષ્ટાંત ઉચ્ચારણવિષયક શાસ્ત્રીયતાના ડોળના સ્ફોટ માટે પૂરતું છે. આવા વખતે ગુજરાતીમાં શિષ્ટમાન્ય હોય તેવું ઉચ્ચારણ આપવું હિતાવહ છે એમ અમારું માનવું છે. માત્ર વિચ્છિત્તિભર્યું ઉચ્ચારણ નોંધવાથી ‘યથાવત’ નોંધ્યું એમ માનીને ચાલવામાં જોખમ રહેલું છે. u વળી લેખક જ્યારે ઐતિહાસિક દૃષ્ટિએ ભાષાની વાત કરે છે ત્યારે જે જે ભાષાવિદનો ઉલ્લેખ થાય તેનો આ પ્રકારનાં કાર્યોમાં જે ફાળો હોય તેની નોંધ લેવાઈ હોત તો માહિતી ઉપયોગી બની હોત. ગુજરાતી ભાષાની ઐતિહાસિક ભૂમિકાની વાત કરતાં તેમણે ભાષાશાસ્ત્રની સાથે જોડાયેલી લગભગ બધી જ વ્યકિતઓનો ઉલ્લેખ કર્યો છે. પરંતુ જે અર્થમાં તદ્વિદો ભાષાશાસ્ત્રને ઓળખે છે તે અર્થમાં ગુજરાતના ભાષાવિદ ડૉ. પંડિતનો ઉલ્લેખ કરતાં લેખક કહે છે : ‘ડૉ. પંડિતે કરેલી ગુજરાતી વિવૃત્ત સ્વરો અને મહાપ્રાણ તત્ત્વની સમીક્ષા વિચારપ્રેરક છે.' (પૃ. ૨૩) ઈંડિયન લિન્ગ્વસ્ટિક્સ’માંના ડૉ. પંડિતના આ પ્રારંભના લેખો તેમનું મુખ્ય પ્રદાન નથી. ત્યાર પછીથી તેમણે લખેલા ‘Language’ નામક જગતના આ વિષયના એક ઉત્તમ સામયિકમાંના લેખને બાદ કરીને કહીએ તો પણ ‘સંસ્કૃતિ’માં આવેલી લેખમાળાને ય તેમના મુખ્ય પ્રદાન તરીકે નોંધી શકાઈ હોત.* આમ નોંધણી જેવી સાદી બાબતમાં પણ અહીં uptodate વિગત ઉતારાઈ નથી. વળી આગળ લેખક લખે છે કે ‘ડૉ. ટી. એન. દવેની પદ્ધતિએ એમણે કરેલો ભીલી બોલીઓનો અભ્યાસ નોંધપાત્ર છે.’ (પૃ. ૨૩) અહીં કોઈ પદ્ધતિનો સવાલ નથી. અભ્યાસની શાસ્ત્રીય રીતિનો સવાલ છે. પ્રકરણ ત્રીજામાં ‘ભાષાનો ઉદ્ગમ’ શીર્ષક હેઠળ લેખકે આ પ્રશ્ન અંગેની મુખ્ય મુખ્ય વિચારણા ગુજરાતીમાં મૂકી આપી છે. આ વિગતો ઉતારવામાં લેખકનો ડ્રામ પ્રશંસનીય બની રહે છે. કેમ કે ભાષા અંગે જેને philosophic જિજ્ઞાસા હોય તેમના માટે અહીં જુદી જુદી આ વિષે પ્રચલિત theoriesની ચર્ચા એકસાથે મળી આવે છે. શૈલી પણ તેને અનુરૂપ બની છે. આ રહ્યો તેનો એક નમૂનો : ‘પક્ષીઓનાધ્વનિઓનું અનુકરણ કરીને એ પક્ષીઓને ફાંસલામાં ફસાવતો પુસ્તકરૂપે ગુજરાતી ભાષાનું ધ્વનિસ્વરૂપ અને ધ્વનિપરિવર્તન' શીર્થંકથી ગુજરાત યુનિવર્સિટીએ ઈ. સ. ૧૯૬૬માં પ્રકાશિત કરેલ છે. ak
SR No.032055
Book TitleBhasha Vivechan
Original Sutra AuthorN/A
AuthorShantibhai Acharya
PublisherGujarat Vidyapith
Publication Year1973
Total Pages52
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy