SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ ૫. કર્તાઅધિકરણમાં નેધેલાં પુસ્તક પૈકી જે પુસ્તકો અધિકરણલેખકે તે જોયાં ન હોય એની આગળ ફૂદડીની નિશાની કરવી. ૬. કર્તા ને એની કૃતિઓનું વિવેચનાત્મક મૂલ્યાંકન સર્વસ્વીકૃત હેય એ. અને ખપપૂરતું જ આપવું; અધિકરણને અંતે લેખકના કાર્યને સમગ્ર દશી સાર કે સમગ્રદશી મૂલ્યાંકન ન આપવું. સંદર્ભ ૧. સંદર્ભ સામગ્રીમાં સંદર્ભગ્રંથે-સામયિકને નિર્દેશ નીચેના વિભાગ, મુજબ કરો: સર્વપ્રથમ કર્તા ને એની કૃતિઓ વિશેના સ્વતંત્ર ગ્રંથ, એ પછી કર્તા કે કૃતિ વિશે વિગતે કે વિવેચન મળતાં હોય એવા ચરિત્રાત્મક કે વિવેચનાત્મક સંગ્રહ (એમાં ઈતિહાસગ્રંથને વિવેચનસંગ્રહ બંનેને સમાવેશ થશે) અને એ પછી સામયિકોમાંના કર્તા કે કૃતિવિષયક લેખો. ૨. સંદર્ભગ્રંથને કમ સળંગ જ રાખ પણ દરેક વિભાગ પછી, એને અન્ય વિભાગના ગ્રંથોથી જુદો પાડવા પોલા ચોરસનું ચિહ્ન મૂકવું. ૩. સંદર્ભગ્રંથને નિર્દેશ ગ્રંથનું નામ, લેખક કે સંપાદકનું નામ તથા પ્રકાશનવર્ષ એ ક્રમે કરવો. એમાં (ક) ગ્રંથનામ અવતરણુચિહ્નમાં લખવું નહીં, (ખ) લેખક કે સંપાદકનું નામ પુસ્તક ઉપર હેય એ મુજબ જ લખવું, (ગ) પ્રકાશનવર્ષ, શક્ય હોય ત્યાં સુધી તે પહેલી આવૃત્તિનું મેળવીને જ લખવું અને એ પછીની કોઈ આવૃત્તિ વિશેષપણે સંવર્ધિત કે સંશોધિત હોય તે, “સંવર્ધિત | સંશોધિત આવે એવા નિર્દેશથી, એ વર્ષ પણ સેંધવું. પ્રકાશનવર્ષ ઈસવીસનમાં હોય તે એની પૂર્વે ઈ. લખવું જરૂરી નથી પણ સંવતમાં હોય ત્યાં સં. મૂકવું. ૪. સંપાદક માટે સં. એવો સંક્ષેપ એવો પણ લેખક' શબ્દ કે એને સંક્ષેપાક્ષર લખવાની જરૂર નથી. ૫. સામયિકને સંદર્ભ આપતાં (અ) સામયિકનું નામ (એકવડાં અવતરણ ચિહ્નોમાં), પ્રકાશનનાં માસ (કે કૈમાસિક આદિ હોય તે માસને ગાળો) અને વર્ષ લખવાં. એ પછી ડૅશ કરી લેખનું નામ (એકવડાં અવતરણ ચિહ્નોમાં) અને લેખકનું (અટકથી નહીં પણ પ્રથમ નામથી આરંભાતું) નામ લખવાં. ૬. આ સંદર્ભે નિઃશેષ સૂચિ રૂપે નહીં પણ વિશેષ વાચન (“ફાધર રીડિંગ') તરીકે મૂકવાના હોઈ મુખ્ય ને મહત્ત્વના ગ્રંથમાં આવી
SR No.032054
Book TitleGujarati Sahitya Kosh
Original Sutra AuthorN/A
AuthorGujarati Sahitya Parishad
PublisherGujarati Sahitya Parishad
Publication Year1984
Total Pages38
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy