SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ કાવ્યની શક્તિ રા આનંદ આપનારી બને છે તે રામનારાયણે અહીં સંસ્કૃત કાવ્યશાસ્ત્રને વિશેષપણે આધાર લઈ સૂક્ષ્મ તત્ત્વપરામશ ને રસજ્ઞતાપૂર્વક સમજાવ્યું છે. રામનારાયણ કાવ્યને સત્ય, નીતિ વગેરે સાથેના સબંધ ચવા સુધી જાય છે અને કાવ્યની સ્વાયત્તતા સ્વીકારવા સાથે જીવનલક્ષી દૃષ્ટિબિંદુ આપે છે તે સાહિત્યવિચારક તરીકેની એમની એક આગવી લાક્ષણિકતા પ્રગટ કરે છે. કાવ્યકલા વિશેની આવી મ`સ્પર્શીને સગ્રાહી છતાં વિશદ વિચારણા ગુજરાતી વિવેચનમાં વિરલ છે સંગ્રહમાં વરચના તથા અલંકારરચના વિષયને સદૃષ્ટાંત અને વીગતે નિરૂપતા લેખા છે તે રામનારાયણના રચનાપરક અભિગમ સૂચવે છે. તા પ્રેમાનંદની ત્રણ કૃતિના હાસ્યરસની સમીક્ષાના લેખામાં સંસ્કૃત રસમીમાંસાને સુ ંદર વ્યવહારુ વિનિયોગ સાંપડયો છે. ‘કવિશ્રી ન્હાનાલાલનું સાહિત્યજીવન' અમુક અંશે ર્ડા-અભ્યાસ હોવા ઉપરાંત ન્હાનાલાલની ભાવનાને સ્ફુટ કરતા હોઈ વિષયલક્ષી અભ્યાસ પણ બને છે. મહાભારતનું નલેાપાખ્યાન અને પ્રેમાનંદનું નળાખ્યાન' એક બારીકાઈભરેલા તુલનાત્મક અભ્યાસ લેખે ધ્યાના બને છે. આમ આટલા લેખા પણુ રામનારાયણ કવિતાસાહિત્ય સાથે કેવા ભિન્નભિન્ન સ્તરે કામ પાડે છે તેના પરિચાયક બને છે. ગ્રંથના બીજા વિભાગમાં ‘યુગધર્મ’-‘પ્રસ્થાન' નિમિત્ત થયેલાં ગ્રંથાવલાકનો સધરાયાં છે તે સતા સાહિત્ય સાથેના રામનારાયણને સહૃદયતાપૂર્ણ અને સમજદારીભર્યું સંબંધ પ્રગટ કરે છે. સક્ષિપ્ત છતાં મ`ગ્રાહી આ અવલાકનામાંનાં ઘણાં નિરીક્ષણા આજેય ટકી શકે તેવાં તે ધ્યાન ખેચનારાં છે તે રામનારાયણની ઊંડી સાહિત્યરસન્નતા ને વેધક વિવેચનદષ્ટિ સૂચવે છે. ૩૬ ગ્રંથાવલોકનામાંથી ૩૦ તા કાવ્યત્ર થાનાં છે, જેમાં ‘ભણકારધારા ખીજી', ‘વિશ્વશાંતિ', કાવ્યમ ગલા', ‘ગંગોત્રી' આદિ કેટલાક મહત્ત્વના કાવ્યત્ર થાના સમાવેશ થયેલા છે. રામનારાયણની ઇતિહાસદૃષ્ટિ, જીવનનિષ્ઠતા, ક્ષાવિવેક, તત્ત્વવિચારકતા, વિષ્લેષણપટુતા અને સહયતા જેવા માતબર ગુણાને પ્રગટ કરતા ‘કાવ્યની શક્તિ' ગુજરાતી સાહિત્યમાં એક મહત્ત્વના વિવેચનસ ંચય ઠરે છે. દ્વિરેફની વાતા ભા, ૧” [ ૧૯૨૮ ] : રામનારાયણ વિ. પાઠક ‘દ્વિરેફ’ના સવપ્રથમ વાર્તાસ ંગ્રહ. સંગ્રહની ૧૯૨૨ કે ૧૯૨૩ થી ૧૯૨૮ સુધીની ૧૩ રચનામાંથી સૂચિત વાર્તા ‘એક પ્રશ્ન' સિવાયની સર્વાં મૌલિક છે અને બહુધા ‘યુગધમ’ તેમ જ ‘પ્રસ્થાન’ એ સામયિકા માટે લખાયેલી છે.૧૩માંથી ૮ રચનાઓમાં . વાર્તાકથકની ઉપસ્થિતિ વાતા' એ શાકને સાર્થક કરે છે
SR No.032054
Book TitleGujarati Sahitya Kosh
Original Sutra AuthorN/A
AuthorGujarati Sahitya Parishad
PublisherGujarati Sahitya Parishad
Publication Year1984
Total Pages38
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy