SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ ચાલુ વિવાથ કાવ્યમમ’ન તરીકે અર્વાચીન ગુજરાતી કાવ્ય સાહિત્યથી જ છંદોવિધાનમાં ઉત્કટ રસ લઈ રહેલા રામનારાયણને એમની શાસ્ત્રબુદ્ધિ પિગળચર્ચા તરફ સ્વાભાવિક રીતે જ લઈ જાય છે. પ્રાચીન ગુજરાતી છંદો – એક ઐતિહાસિક સમાલાચના' (૧૯૪૮) અપભ્રંશકાળથી યારામ સુધીની પદ્યરચનાની શાસ્ત્રીય સમીક્ષા આપી, કે. હ. ધ્રુવની પદ્યરચનાની ઐતિહાસિક આલોચના'ના પૂરક ગ્રંથ બને છે. તે ઉપરાંત એમાં દેરીને પિગળબદ્ધ કરવાના પ્રથમ સમથ પ્રયાસ થયેલા છે તે એની વિશેષતા છે. મહારાજા સયાજીરાવ ત્રીજા સુવર્ણ મહોત્સવ સ્મારક વ્યાખ્યાનમાળાના આશ્રયે ૧૯૫૧માં આપેલાં ત્રણ વ્યાખ્યાતા ‘ગુજરાતી પિંગળ નવી દષ્ટિએ’ (૧૯૫૨) ‘બૃહત્ પિંગલ' (૧૯૫૫)ના પૂર્વીસારરૂપ છે. પણ રામનારાયણની વિકસતી જતી તે વિશદ બનતી જતી છંદોવિચારણા એમાં જોઈ શકાય છે. સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કૃત ‘બૃહદ્ પિંગલ’ તો વેદકાળથી આધુનિક સમય સુધીના – ડિંગળ, દિંડી, ગઝલ, ગ્લૅન્ક વર્સ વગેરે સમેત – છંદોના ઇતિહાસ, છંદોનાં સ્વરૂપ અને એમનાં આંતરબાહ્ય કલેવરમાં થયેલા ફેરફારો, છંદના માત્રા, યતિ આદિ ઘટકોની કેટલીક ફૂટ સમસ્યાઓ, વિવિધ છંદોની ક્ષમતા વગેરે સ બાબાને શાસ્ત્રીય ભૂમિકાએ સૂક્ષ્મતાથી ને સવીગત, સાધકમ્બાધક દલીલા સાથે ચા એક શકવતી આકગ્રંથ બની રહે છે. ચાર પ્રકરણે અધૂરા રહેલા અને ચિમનલાલ ત્રિવેદી તથા કાન્તિલાલ કાલાણી દ્વારા પૂરા થયેલા મધ્યમ પિગળ' (૧૯૮૧)માં કાવ્યના અભ્યાસીઓ અને વિદ્યાર્થીઓને ઉપયોગી થાય એ હેતુથી આ જ વિષયની સરળ સક્ષિપ્ત રજૂઆત થયેલી છે. સર્જક તરીકે રામનારાયણે કવિતા, નાટક, વાર્તા, નિબંધ એમ વિવિધ ક્ષેત્રે કામ કર્યુ છે, તેમાં નાટકના ક્ષેત્રમાં એ વિદ્યાલયેાની તે વાર્તા-નિષ્ઠ ધનાં ક્ષેત્રોમાં ‘યુગધર્મ ’-‘પ્રસ્થાન'ની જરૂરિયાતને લઈને ખેંચાયા હતા. કવિતા એમને સ્વતઃસંભવી વ્યાપાર કહેવાય. ૧૯૨૧માં ‘જાત્રાળુ’ ઉપનામથી લખેલા રાણકદેવી’થી એમની કાવ્યયાત્રાના આર ંભ થયા તે છેક ૧૯૫૫માં લખાયેલા “સાલમુબારક' સુધી ચાલુ રહ્યો. પહેલા કાવ્યના ‘જાત્રાળુ' અને પછીથી એક વખત પ્રયેાજાયેલા ‘ભૂલારામ' સિવાય રામનારાયણે કાવ્યો પરત્વે ‘શેષ' ઉપનામ જ રાખ્યું અને પહેલા કાવ્યસંગ્રહને ‘શેષનાં કાવ્યો' (૧૯૩૮) એવું નામ આપ્યું. પહેલી આવૃત્તિમાં માત્ર ૬૭ ને બીજી આવૃત્તિ (૧૯૫૧)માં ૭૩ જેટલાં કાવ્યો તે થાડાંક પ્રકીર્ણ મુક્તકો આદિને સમાવતા આ સંગ્રહ વિષયના વૈવિધ્યથી નહી પણ રૂપબંધ, છંદોવિધાન, શૈલી અને કાવ્યબાનીના વૈવિધ્યથી ધ્યાન ખેંચે છે. ગુજરાતી પ્રાપ્તન અને અદ્યતન કાવ્યપર પરામાં
SR No.032054
Book TitleGujarati Sahitya Kosh
Original Sutra AuthorN/A
AuthorGujarati Sahitya Parishad
PublisherGujarati Sahitya Parishad
Publication Year1984
Total Pages38
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy