SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ Q ૧ કલાપીએ ૧૮૯૮માં શાભના સાથે લગ્ન કર્યું. ઋજુ ને સ ંવૈદનશીલ પ્રકૃતિના આ કવિ પ્રાપ્ત રાજધમ બજાવવા છતાં રાજસત્તા અને રાજકા માં પોતાની જાતને ગોઠવી શકયા નહેાતા, ને છેવટે ગાદીત્યાગનો દૃઢ નિર્ધાર કરી ચૂકેલા કલાપીનું, છપ્પનિયા દુકાળ (૧૯૦૦) વખતે પ્રજાધમ અાવતાંબજાવતાં, લાઠીમાં અવસાન થયું. ઘણું ઓછું ઔપચારિક શિક્ષણ પામેલા કલાપીએ અંગત શિક્ષકો શેકી અંગ્રેજી-સંસ્કૃત સાહિત્યનું શિક્ષણ મેળવ્યુ. ફારસી-ઉર્દૂ પણ અભ્યાસ કર્યાં અને વાચન-અધ્યયનની રુચિ કેળવી. ગુજરાતી તથા તર ભાષાના સાહિત્યપ્રથાના વાચને તેમ જ વાજસૂરવાળા, મણિલાલ, કાન્ત, સંચિત વગેરેના સ ંપર્કે કલાપીની સાહિત્યિક દૃષ્ટિ તે સજ્જતા કેળવવામાં ધણા ફાળા આપ્યો જણાય છે. કલાપીએ કાવ્યરચનાના આરંભ ૧૮૯૦ આસપાસ કરેલા પણ પછી એ વર્ષે એ પ્રકાશમાં આવ્યા. એ જ વખતે પત્રો રૂપે કાશ્મીરના પ્રવાસનુ વર્ણન પણ લખાયું છે. એટલે કલાપીની સાહિત્યકાર તરીકેની કારકિદી` ૧૮૯૨થી આરંભાઈ એમ કહી શકાય. એ જટિલે સૂચવેલું ‘કલાપી' ઉપનામ તે છેક ૧૮૯૮ પછીથી યોજાયેલુ જોવા મળે છે. એ પૂર્વ સ ંચિતે સૂચવેલુ ગણાતુ અને સચિત પરના ૧૮૯૨ જેટલા જૂના પત્રોમાં પ્રેમમધુકર', ‘મધુકર’ એવી સહી રૂપે દેખા દેતું ‘મધુકર' ઉપનામ કલાપીએ એમની કાવ્યકૃતિઓ સાથે બ્લેડેલુ અને પોતાના કાવ્યસ ંગ્રહનું નામ પણ ‘મધુકરનો ગુ ંજારવ ’ રાખવાનું વિચારેલું. ૧૮૯૨થી ૧૯૦૦ સુધીની કલાપીની સ કાવ્યરચનાઓને સમાવતા ‘કલાપીનો કેકારવ'નુ ૧૯૦૩માં કવિ કાન્તને હાથે મરણાત્તર પ્રકાશન થયું. જગન્નાથ ત્રિપાદ્દી ‘સાગર’ની ૧૯૩૧ની સંવિધ`ત સટિપ્પણ આવૃત્તિ પછી પણ આ બૃહત્ સ ંગ્રહની આવૃત્તિએ થતી રહી છે તેમ જ એમાંથી પસ ંદ કરેલાં કાવ્યોનાં અનેકવિધ સ ંપાદન થયાં છે. વર્ડ્ઝવર્થ, શૈલી, કીટ્સ વગેરેની રોમાન્ટિક કવિતા પર પરાથી પ્રભાવિત કલાપીએ એ કવિઓનાં કેટલાંક કાવ્યાનાં ભાવવાહી રૂપાંતરા ને અનુવાદો પણ કર્યાં છે તથા નરસિ ંહરાવ, ખાલાશંકર, મણિલાલ અને કાન્તની કવિતાની છાયા પણ ઝીલી છે. તેમ છતાં કલાપીનું સર્જન એમના અનુભવનો રણકો લઈને આવે છે અને કલાપીનાં ઘણાંબધાં કાવ્યો તો એમના જીવનસ વેદન અને સંધમાંથી ફૂટેલાં છે. કલાપીના જીવનસ ંધ પરાકાષ્ઠાએ હતા ત્યારે – ૧૮૯૭૯૮માં – સૌથી વધારે પ્રમાણમાં અને વધુ નોંધપાત્ર કાવ્યો મળે છે એ સૂચક છે.
SR No.032054
Book TitleGujarati Sahitya Kosh
Original Sutra AuthorN/A
AuthorGujarati Sahitya Parishad
PublisherGujarati Sahitya Parishad
Publication Year1984
Total Pages38
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy