SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતનો ઈતિહાસ હતા. અને ઘણું કરીને તેના પછી કાઈ બીજે આટલો સમર્થ રાજા ન થશે, કારણ કે પછીના કોઈ બીજા લેખમાં “ચક્રવતી' શબ્દ મળતો નથી. તેના બે બીજા લેખો મળ્યા છે. પહેલા ઉપર વ. સ. ૩૨૬ (ઈ. સ. ૬૪૫) અને બીજા ઉપર વ. સં. ૩૩૦ (ઈ. સ.. ૬૪૯) છે. ધ્રુવસેન ત્રીજો –ઇ. સ. પફ તે ધરસેન ચોથાના પિતા (ધ્રુવસેન બીજા)ના કાકા (શીલાદિત્ય પહેલા)ના પુત્ર દેર ભટ્ટને છોકર હતો. એમ જણાય છે કે તે વલભીને ન હતો, એટલે કે વલભીમાં બાપની સલ્તનત ન હતી, પરંતુ દક્ષિણ (ભરૂચ) તરફ કેઈ નાનો રાજા હશે, જેણે મેક્કો જોઈ વલભીનું તખ્ત તાબે કર્યું. નવાનગર રાજમાં એક ગામ દાનમાં આપ્યું છે તેના તામ્રપત્ર ઉપર વ. સં. ૩૩૨ (ઈ. સ. ૬૫૧) છે. ખગ્રહ બીજે ઈ. સ. –આજ પર્યત તેના વિશે કંઈ પણ હકીકત મળી નથી. ફક્ત કેટલાક લેખ એવા મળ્યા છે જેમાં અગાઉના રાજાઓનાં નામ સાધારણ રીતે લખેલાં છે, તે ઉપરથી એમ કલ્પી શકાય છે કે ઘણું કરીને તેણે તેઓ પાસેથી સલ્તનત છીનવી લીધી હતી. શીલાદિત્ય ત્રીજ–ઈ. સ. ૬ તે ખગ્રહ બીજાને ભાઈ શીલાદિત્ય બીજાને પુત્ર છે. તે ઘણું કરીને વિંધ્યાચળને સરહદી હાકેમ હતું. તેના ત્રણ લેખ મળ્યા છે. બે ઉપર વલભી ૩૪૬ (ઈ. સ. ૬૬૫) અને ત્રીજા ઉપર વલભી ૩પર (ઈ. સ. ૬૭૧) લખવામાં આવેલ છે. તેનું શિરનામ “પરમ ભટારક મહારાજાધિરાજ પરમેશ્વર છે. તેના પછીના બીજા રાજાઓએ પણ આ ખિતાબ ઈખ્તિયાર શીલાદિત્ય ચેાથે –ઈ. સ. ૬૯૧. આ જ વર્ષને એક લેખ મળે છે તે ઉપરથી એટલું માલુમ પડ્યું કે તેના પુત્રનું નામ ખરગ્રહ” હતું.
SR No.032051
Book TitleGujaratno Itihas
Original Sutra AuthorN/A
AuthorMaulana Saiyad Abu Jafar Nadvi
PublisherGujarat Vidyasabha
Publication Year1949
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy