SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ ૧ –ઉપદ્યાત [ ૬૩ પણ મકાન મેળવવું મુશ્કેલ થઈ પડતું હતું. દુનિયાના દરેક વિભાગમાંથી લોકો ત્યાં જહાઝ લાવતા હતા. રેશમ અને સ્તરાઉ કાપડ પરદેશ જતું હતું. કાચું રૂ ચીન સુધી જતું હતું. મુસલમાનો હજ કરવાને આ જગ્યાથી જ જતા હતા અને આ કારણથી એ એને બાબુલમક્કા” (મક્કાનો દરવાજે) તેમજ “બંદર મુબારક” (પવિત્ર બંદર) કહેતા હતા. ફ્રેંચ અને ડચ લોકોની પણ ત્યાં કાઠી હતી. આવા આબાદ અને ભરપૂર શહેરને શિવાજીએ પહેલી વાર ઈ. સ. ૧૬ ૬૪માં ત્રણ દિવસ સુધી લૂંટયું. એણે લૂંટમાંથી દોઢ કરોડ રૂપિયા વસૂલ કર્યા. ઈ. સ. ૧૬૬૬માં ફરીથી એણે લૂંટયું. પિોચુગીઝ અને અંગ્રેજોએ મરાઠાઓ સાથે સંધિ કરી હતી, આથી એઓ બચી જતા હતા. આમ છતાં પણ ઈ. સ. ૧૬૯૫માં એ એવું સુંદર બંદર હતું કે કોઈ પરદેશી અહીં મુકામ કર્યા વિના પાછો જતો ન હતો. ઈ. સ. ૧૭૩૩માં તેગ બખ્તખાન ત્યાં ખુદ-મુખત્યાર થઈ ગયે. ઈ. સ. ૧૭૪૬માં એના મરણને લઈને ત્યાં ગેરવ્યવસ્થા ફેલાઈ ગઈ હતી. ઈ. સ. ૧૭૫માં મરાઠાઓ સાથે વાટાઘાટ કરી અંગ્રેજોએ કબજો લીધો હતો. ઇ. સ. ૧૭૯૧માં ત્યાંના નામના જ નવાબ સાહેબનું અવસાન થયું. ઈ. સ. ૧૮૦૦ની ૧૫મી મેને દિવસે મિ. ગેલની પ્રથમ કમિશ્નર તરીકે નિમણૂક થઈ. ઈ. સ. ૧૮૧માં પૂનાના મરાઠાઓની સુલેહથી એ અંગ્રેજોનો ભાગ થઈ ગયું. અને ત્યારથી જ સુરત અને રાંદેર અંગ્રેજોના હાથ નીચે ગણાયાં છે. ઈ. સ. ૧૮૧૦માં મુસલમાએ તોફાન મચાવ્યું જે દાબી દેવામાં આવ્યું. ઈ.સ. ૧૮૫૭ માં ઈદરૂસ ખાનદાનની લાગવગથી સુરતનાં લોકોએ તોફાનમાં ભાગ ન લી. - ઈ. સ. ૧૬૩૩, ઈ. સ. ૧૭૧૭, ઈ.સ. ૧૭૪૭, ઈ.સ. ૧૭૯૦, ઈ. સ. ૧૮૦૩ અને ઈ. સ. ૧૮૫૬ની સાલમાં આ જિલ્લો દુકાળપીડિત રહ્યો હતો. આ છેલ્લા દુકાળમાં ૩૦૦.૦૦ મણ ચરણ પામ્યાં હતાં. તાપી નદીની રેલથી આ શહેરને બહુ જ નુકસાન વેઠવું પડ્યું,
SR No.032051
Book TitleGujaratno Itihas
Original Sutra AuthorN/A
AuthorMaulana Saiyad Abu Jafar Nadvi
PublisherGujarat Vidyasabha
Publication Year1949
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy