SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ ૧ લે-ઉપઘાત [ ૬૧ શેખ પણ છે. કેટલાક નાગોરી મુસલમાન પણ છે. એ વધુ પ્રમાણમાં મજૂરીને બંધ કરે છે. પારસી અને જેની કામ માલદાર છે. અનાજમાં જુવાર, રૂ, તલ, તુવેર, ઘઉં, અને ચેખા, ભૂરી જમીનમાં પેદા થાય છે. નર્મદાના કિનારાની જમીનમાં તંબાકુ પુષ્કળ થાય છે. આ જિલ્લાની જમીનના ત્રણ ભાગ છેઃ (૧) જાગીરદારી, (૨) ઈનામદારી, (૩) રૈયતદારી. ૩૬૫ ચો. માઈલમાં પાસ, ૧૮૦ ચો. માઈલમાં જુવાર, ૧૧૮ ચો. માઈલમાં ઘઉં અને ૬૬ ચો. માઈલમાં લાખ થાય છે. ત્યાં સામાન્ય રીતે ગાય, ભેંસ, ગધેડાં, ટ, બકરાં અને ઘેટાં જોવામાં આવે છે. અગાઉ રેશમ અને સૂતરનું બારીક કામ ત્યાં સુંદર થતું હતું અને આ જ લેભથી ડચ અને અંગ્રેજ પહેલાં અહીં આવ્યા હતા. પરંતુ હાલમાં અંગ્રેજોને લઈને એક પણ કારખાનું રહ્યું નથી. પહેલાં ભરૂચ અને ટંકારિયાનાં બંદરો ભારત સારા ગુજરાતને વેપાર તમામ દુનિયા સાથે ચાલતો હતો. ઈ. સ. ૧૬૩૦, ૧૬૩૧, ૧૭૫૫, ૧૭૬ ૦, ૧૭૭૩, ૧૭૮૬, ૧૭૯૦, ૧૮૧૯, ૧૮૩૮, ૧૮૪૦, ૧૮૬૮, ૧૮૭૮ અને ૧૮૯૬ની સાલેમાં આ જિલ્લો દુકાળપીડિત રહ્યો. પુરાણું જમાનામાં અહીંનું બાટા (એક જાતનું રેશમી કાપડ) મશહૂર હતું; બંગાળથી વધારે ઉમદા કાપડ વણવામાં આવતું હતું. આયાત –ચોખા, સોપારી, લાકડા, કાલસા અને લોઢું. નિકાસ:–અનાજ, રૂ. ઘઉં, મહુડા, (૫) સુરત જિલ્લે – સીમા–ઉત્તરમાં ભરૂચ, પૂર્વમાં વડોદરા, રાજપીપળા, ધરમપુર, દક્ષિણમાં થાણું અને પશ્ચિમમાં અરબી સમુદ્ર. આ જિલ્લામાં નવસારી પ્રાંત ગાયકવાડના તાબાને છે, તેથી એના બે વિભાગ થયા છે. તેમાં કીમ અને તાપી નદીઓ આવેલી છે. કીમ નદી રાજપીપળાના પહાડોમાંથી નીકળી અરબી સમુદ્રમાં પડે છે. આ નદી ઉપર કીમ શહેર આવેલું છે. ત્યાં સ્ટેશન પણ છે.
SR No.032051
Book TitleGujaratno Itihas
Original Sutra AuthorN/A
AuthorMaulana Saiyad Abu Jafar Nadvi
PublisherGujarat Vidyasabha
Publication Year1949
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy