SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬ ] ગુજરાતનો ઈતિહાસ ળાની મોસમાં એ ઘણું વખત સુકાઈ જાય છે. કપડવંજમાંથી લોઢાની ધાતુ નીકળે છે, પરંતુ આજકાલ એ બહાર કાઢવામાં આવતી નથી. ત્યાં એક જાતના પથ્થર નીકળે છે તે મસાલા વાટવાના પથ્થર બનાવવામાં બહુ જ ઉપયોગી છે. એની નજીક માજમ નદીમાંથી અકીકને પથ્થર નીકળે છે. અમદાવાદમાં મિલ થઈ એ પહેલાં અહીં સુંદર કપડાં વણતાં હતાં. આ જિલ્લાનું પાણુ રંગો માટે બહુ જ ફાયદાકારક હતું. ત્યાં સાબુ અને શીશીનાં કારખાનાં છે. અનાજ, તંબાકુ, રાયણ, તેલ અને મહુડાં એની નિકાસ છે અને કપડાં, રંગ, દવા, વગેરેની આયાત છે. આ જિલ્લે માખણ અને ઘી માટે મશહૂર છે. આ જિલ્લામાં ૧૬૬ માઈલ લાંબી પાકી સડક છે. ઈ. સ. ૧૮૬૦ અને ૬૪માં ત્યાં ધરતીકંપ થયો હતો. કપડવંજ, મહેદાવાદ, ઠાસરા, માતર, નડિયાદ, ખેડા, આણંદ, બોરસદ અને ડાકોર આ જિલ્લાનાં મુખ્ય શહેરો છે. (૩) પંચમહાલ: આ જિલ્લાનું ક્ષેત્રફળ ૧૬૦૬ ચોરસ માઈલ છે. રેવાકાંઠા એજન્સીને લઈને પૂર્વ ભાગ અને પશ્ચિમનો ભાગ, એવા બે વિભાગ થાય છે. સીમા –ઉત્તરમાં લુણાવાડા, પૂર્વમાં વાંસવાડા, દક્ષિણમાં વડોદરા અને રેવાકાંડા એજન્સી, અને પશ્ચિમમાં વડોદરા અને મહી નદી, અને ખેડા જિલ્લો. - મહી નદીની શાખાઓ પાનમ અને અનાસ આ જિલ્લામાં છે. અને “વાડામાં એક સરોવર છે તેમાં એક ટેકરી છે જે ફક્ત ઉનાળામાં દેખાય છે. આ જ જિલ્લામાં પાવાગઢનો ડુંગર છે. જે ૨૫૦૦ ફીટ ઊંચો છે. એ ગોધરાથી ૨૫ માઈલ દૂર છે. પાવાગઢ પર્વતની હાર દખણના પહાડોને મળે છે. હવે એ અલગ થઈ ગયા છે. “પાવા”ને અર્થ આતશ થાય છે. સંસ્કૃતમાં મૂળ શબ્દ grષા અગ્નિવાચક છે, તે ઉપરથી શબ્દ ઊતરી આવ્યો છે. પહેલાં
SR No.032051
Book TitleGujaratno Itihas
Original Sutra AuthorN/A
AuthorMaulana Saiyad Abu Jafar Nadvi
PublisherGujarat Vidyasabha
Publication Year1949
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy