SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ ૧ લેઉઘાત સાથે હતા. અદાલતની જબાન. ફારસી હતી. એને એ જબાન શીખવી પડતી હતી અને એઓ એ શીખતા હતા. તેથી હિંદુઓએ ફારસી શીખવું શરૂ કર્યું. આ પરદેશી જબાનના મેળની અસર તેમની માતૃભાષાને રસિક અને ઉત્કૃષ્ટ કરવામાં ફાયદાકારક નીવડી. નાગરેમાં ફારસી ભાષામાં વાત કરવાની એક ફેશન હતી. અને આજ પણ આપણે આ નાગરે અને કાયસ્થોને આ જબાનથી વાકેફ જોઈએ છીએ. આ મુસલમાનોની હકૂમતની અસરને લઈને ઘણા ફારસી અને અરબી શબ્દો ગુજરાતી ભાષામાં દાખલ થયા. હવે આપણે જોઈશું કે બીજી કઈ કેમે ગુજરાતી ભાષા ઉપર અસર કરી છે. અંગ્રેજ લોકોના આવ્યા પહેલાં ફેંચ અને ડચ લોકો હિંદુસ્તાનમાં વેપાર-અર્થે વસવાટ કરી ચૂકયા હતા. ડચ લેકે વધારે મુદત રહી શક્યા નહિ, પરંતુ પિચુગીઝ અને ફેંચ લેકાએ હિંદુસ્તાન સાથે પિતાનો સંબંધ લાંબો વખત સુધી જાળવી રાખે. એમણે પોતાના વેપારનાં કેન્દ્રો સ્થાપ્યાં. ગોવા અને દમણ આજ પર્યત પિચુગીઝોના કબજામાં છે. ગુજરાતનો વેપાર-સંબંધ તેઓ સાથે હતો અને તેથી ઘણાખરા વેપાર બાબતના શબ્દો પોચુગીઝો પાસેથી આવ્યા છે, જેમાંના થડા નીચે મુજબના છે: હા કુસ (કેરી), પાયરી (કેરી), અનેનાસ, કાફી, કાજુ, બટાટા, ટમાટા, તંબાકુ, અંગ્રેજ, ઈજનેર (એજીનિયર) વગેરે. આ ઉપરાંત ગુજરાતી ભાષાએ ઘણાખરા મુલ્ક અને પ્રાંતની ખાસિયત અખત્યાર કરી છે. ગલીદંડા ગુજરાતની એક ખાસ રમત છે. આ રમતના ખાસ શબ્દો તામિળ ભાષામાંથી લેવામાં આવ્યા છે? દાખલા તરીકે વકટ, લેન, મૂઢ, નાલ વગેરે. એલચી કનડી શબ્દ છે. આવી રીતે તામિળ કનડી અને બીજી દક્ષિણના દૂરદૂરના પ્રદેશોની ભાષાઓમાં પણ ગુજરાતી ભાષાના શબ્દકોશમાં થોડેઘણે હિસ્સો અદા કર્યો છે. આજકાલ ઘણી, બંગાળી ભાષાની ઘણીખરી નવલકથા અને નાટકના તરજુમા ગુજરાતીમાં કરવામાં આવે છે. આમિન ન લેન અને બી
SR No.032051
Book TitleGujaratno Itihas
Original Sutra AuthorN/A
AuthorMaulana Saiyad Abu Jafar Nadvi
PublisherGujarat Vidyasabha
Publication Year1949
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy