SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૨ ] ગુજરાતના ઇતિહાસ અને અતિ સંભવિત છે કે સુલતાન સન્જરના અવસાન બાદ તેનું આંધકામ ગુજરાતના રાજાએ અટકાવી પાયું હોય અને ત્યારપછી એક અરસા પછી આબરૂદાર મુસલમાનોની સિફારિશથી તે પૂરી કરાવી હોય. ત્રીજી ચર્ચાયાગ્ય વાત એ છે કે સુલતાન સન્જર જાતે આવ્યેા હતેા કે તેના અમલદાર ? તબકાતે નાસિરીમાંથી એમ માલૂમ પડે છે કે સન્જર ખુદ ગુજરાતમાં આવ્યા હતા, જેમાં તે લખે છે કેઃ “ત્યારપછી જે વરસે તે મુલતાન ગયા તે જ સાલ હિ. સ. ૬૨૮ ના મહિનાઓમાં ગુજરાત અને મુલતાન તેને સોંપવામાં આવ્યાં. ત્યાંથી તે પાછા ફર્યા ત્યારે કહરામને સૂએ તેને સુપ્રત કરવામાં આવ્યા. ઘેાડા વખત પછી તખરહિંદના લાકા તેને હવાલે કરવામાં આવ્યા.”૧ પરંતુ હું એને સત્ય માનતા નથી. ગુજરાતી તવારીખમાંથી સાબિત થાય છે કે તે સમયે ગુજરાત ઉપર રાજા ભીમ રાજ્ય કરતા હતેા. ફતેહ પહેલાં મુલતાન અને ઉછ (સિ ંધ) નાસિરુદ્દીન ખાચાની હકૂમત નીચે હતાં. ઈ. સ. ૧૨૨૬ (હિ. સ. ૬૨૪) માં ઉછ (અર્થાત્ સિંધ) જીતાયું અને ઇ. સ. ૧૨૨૭ (હિ. સ. ૬૨૫) માં ત્યાંની હકૂમત તેને મળી. ઈ. સ. ૧૨૩૦ (હિ. સ. ૬૨૮) માં ગુજરાત અને મુલતાન પેાતાની સત્તા નીચે લાવવાના હુકમ કર્યો. અને ઈ. સ. ૧૨૩૧ (હિ. સ. ૬૨૯) માં તે મરી ગયા. આવી વસ્તુસ્થિતિ હાવા છતાં ગુજરાત પાછા ફર્યા પછી કાહરામના સમા અને ઘેાડી મુદત પછી તબરહિં તેને સોંપવામાં આવ્યું એ કાઈપણ રીતે સત્ય નથી. ત્યારપછી બીજી જગ્યાએ ઇ. સ. ૧૨૨૭ (હિ. સ. ૬૨૫)ને માટે લખે છે કે જ્યારે વજીર દિલ્હી તરફ ચાલ્યે! ગયા અને તેને સખેદાર બનાવવામાં આવ્યા ત્યારે તેણે સૂબાની ખરાખર વ્યવસ્થા કરી પ્રજાને ક્લાસા આપ્યા, સહીસલામતી કાયમ કરી, ૧. તબકાતે નાસિરી પૃ૦ ૨૩૨, કલકત્તા
SR No.032051
Book TitleGujaratno Itihas
Original Sutra AuthorN/A
AuthorMaulana Saiyad Abu Jafar Nadvi
PublisherGujarat Vidyasabha
Publication Year1949
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy