SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ મુસલમાનોના હુમલા [૨૩૫ પંચાસર પછી ચાવડા ખાનદાને અણહીલવાડને પોતાનું પાયતખ્ત બનાવ્યું ત્યારે સોમનાથ પાટણ તેમના તાબામાં હતું, કારણ કે આપણે જોઈએ છીએ કે વનરાજના પુત્ર યોગરાજના સમયમાં તેનો પાટવીકુંવર સોમનાથ જેવા મોટા બંદરમાં જતો હતો અને પરદેશી (અરબ). વેપારીઓનાં જહાઝ લૂંટતો હતો. એ અરબ વેપારીઓ મહાન જહાઝે લઇ વેપાર અર્થે સોમનાથ આવતા હતા. લૂંટમાં ક્ષેમરાજને દશહજાર ઘડા, હાથી અને લાખેને માલ મળ્યો. એમાં ફક્ત ઘોડાની કીમત જ સત્તર લાખ રૂપિયાથી વધારેની હતી. (ઈ. સ. ૮૪૦ – હિ. સ. રર૬ની લગભગમાં), તે સમય પર્યત એ શહેર ફક્ત બંદર હોવાથી પ્રખ્યાત હતું. એ વખતથી શહેરની, એટલું જ નહિ પરંતુ મંદિરનો પણ ચડતી શરૂ થઈ. એમ પણ જણાય છે કે થોડા જ દિવસમાં એ એક દોલતમંદ શહેર થઈ ગયું. તે દરિયાઈ ચાંચિયાઓનું સામાન્ય રીતે આશ્રયસ્થાન હતું તેથી ઘણું કરીને કડવા અનુભવને લઈને પહેલી જ વખતે વૈરિસિંહ ચાવડાના સમય ઈ. સ. ૯૨૦ (હિ. સ. ૩૦૮ )માં તેની આજુબાજુ દીવાલ બંધાવી તેને સુરક્ષિત કરવામાં આવ્યું. તે પછી રત્નાદિત્ય ચાવડાના સમય ઈ. સ. ૮૩૫ (હિ. સ. ૩૨૪)માં કલ્યાણીનો રાજા ભુવનાદિત્ય (ઘણું કરીને કલ્યાણના રાજાને સગે હતો, તે પોતે રાજા ન હતો) જાત્રા અર્થે સોમનાથ આવ્યો, અને અતિ શ્રદ્ધાને લઈને ઘણું કીમતી ચી ચડાવી. સોલંકી વંશનો સ્થાપનાર મૂળરાજ (અવસાન ઈસ. ૯૯– હિ. સ. ૩૮૭) સોમનાથની બહુ હિમાયત કરતો હતો. તેના શરૂઆતના સમયમાં સોમન થના જાત્રાળુ માટે રસ્તા સલામત ન હતા, તેથી મૂળરાજે એ બાબતને મહત્ત્વ આપી કેમમાં જોશ પેદા કર્યો અને ગ્રહરિપુ સામે લડાઈ વહોરી લીધી. આખરે જીતેલા મુલ્કમાં એને દાખલ કરી રસ્તે સહીસલામત બનાવ્યું. અટકળ કરી શકાય કે તે પછી મૂળરાજ સોમનાથ ગયો હશે અને ભેટ ઉપરાંત યાદ
SR No.032051
Book TitleGujaratno Itihas
Original Sutra AuthorN/A
AuthorMaulana Saiyad Abu Jafar Nadvi
PublisherGujarat Vidyasabha
Publication Year1949
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy