SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૨] ગુજરાતનો ઈતિહાસ જ્યાં તેને અંતકાળ વીત્યો હતો, વળી જ્યાં તેના ખાનદાનના લેકે લડયા હતા અને જ્યાં તેમને બાળવામાં આવ્યા હતા, તેની પાસે છે.” તેની પાસે એક બીજી મૂતિ હતી જે મહાદેવ (શિવ)ના સ્વરૂપની હતી. એ કોતરી કાઢેલા પથ્થરની બનેલી લંબાઈમાં પાંચ ગજની હતી. તેને બે ગજ જેટલે ભાગ જમીન નીચે અને ત્રણ ગજ જેટલો બહાર હતો. તે અંદરથી પિલે હતા. મારી માન્યતા મુજબ, એ જ મૂર્તિને રાજા સેમે બનાવીને ત્યાં પધરાવી હતી અને ત્યારથી માંડી મહમૂદ ગઝનવી પર્યત એની પૂજા ચાલી આવી હતી. પૂજારી અને બ્રાહ્મણોએ તેની શાનો શૌકતમાં વૃદ્ધિ કરવામાં કંઈ પણ કમી રાખી ન હતી. વળી એ જ ખ્યાલથી એ મકાનમાં રોશની કરવામાં આવતી ન હતી, બલ્ક કીમતી જવેરાત એવી રીતે સજાવવામાં આવ્યાં હતાં કે તેના ઝગઝગાટને લઈને આખું મકાન ઝગમગી ઊઠતું હતું. બસો મણ વજનની સોનાની સાંકળથી એક ઘંટ લટકાવવામાં આવ્યો હતો. તે જ્યારે વગાડવામાં આવતું હતો ત્યારે લેકે ટેળાંમાં આવી પૂજા માટે જમા થઈ જતાં હતાં. ૫૦૦ સ્ત્રીઓ ભજન ગાવા માટે અને ૩૦૦ પુરુષો વાજાં વગાડવા માટે હમેશાં રહેતાં હતાં, તે ઉપરાંત ૨૦૦૦ બ્રાહ્મણ પૂજારી ત્યાં હતા. તેના ખર્ચ માટે ૨૦૦૦ ગામની આમદાની અર્પણ કરવામાં આવી હતી. અને ગંગા ત્યાંથી ૬૦૦ કેસ દૂર હોવા છતાં તેનું પવિત્ર અને બરકતવાળું પાણી સોમનાથને અભિષેક કરવા માટે રોજ મંગાવવામાં આવતું હતું. સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ વખતે દૂરદૂરનાં મુલ્કનાં લાખો સ્ત્રી પુરુષ જાત્રા માટે ત્યાં આવતાં હતાં અને લાખ રૂપિયા રોકડા ૧. બીફની પૃ૦, ૨૫૩ ૨. આ ખ્યાન તારિખે ફરિતાનું છે. કેટલીક તારીખેમાં ૧૦ હજાર સંખ્યા લખવામાં આવી છે, જે અતિશક્તિ હોય એમ જણાય છે, અને તેથી જ ગેઝેટિયરમાં ૩૦૦૦ જેટલી કરી છે.
SR No.032051
Book TitleGujaratno Itihas
Original Sutra AuthorN/A
AuthorMaulana Saiyad Abu Jafar Nadvi
PublisherGujarat Vidyasabha
Publication Year1949
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy