SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨] ગુજરાતને ઈતહાસ શિલાલેખ હજુ સુધી વાંચી શકાયો નથી, એ દિલગીરીની વાત છે. સમુદ્ર પાસે એક નાની મસ્જિદ છે. જે ઉપર મહમૂદશાહના વખતને હિ. સં. ૮૯૩ને શિલાલેખ છે. . નહેર –(૧) ખારી નદીની નહેર, ગુજરાતમાં આ મહત્વની નહેર છે, જેનો લાભ ડાંગરની મોસમમાં લેકે વધુ પ્રમાણમાં ઉઠાવે છે. (૨) બીજી નહેર હાથમતીની છે. (૩) સૌરાષ્ટ્રમાં માંગરોળ નજીક સારણની પુરાણું નહેર છે. લોકે ઘણું કરી ચોમાસા પછી કૂવાને ઉપયોગ કરે છે. આ કારણથી આજ પહેલાં આ મુલકમાં લાખો કૂવા હતા. - પેદાશ –ગુજરાતમાં ઓછીવત્તી હરેક જાતની પેદાશ જોવામાં આવે છે, જેમાંથી કેટલીક મશહૂર ચીજોની યાદી નીચે પ્રમાણે છે: વનસ્પતિ–શેરડી, વરિયાળી, તમાકુ, અફીણ, ગુલાબ, કેવડો, ચંપ, વાંસ, બાવળ, પીપળ, બોરડી, ખાખરા, સાગ, સીસમ, લીમડે, અરડૂસી. ફળ–સીતાફળ, જામફળ, દાડમ, દ્રાક્ષ, સફરજન, કેરી, ખરબૂચ, રાયણ, નાસપાતી, તરબૂચ, ચીભડાં, કાકડી, પપૈયાં, કેળાં, મહુડા, બેર, નારંગી, આંબલી. પરંતુ કેરી અને રાયણુ ગુજરાતમાં પુષ્કળ થાય છે. એ વાત જાણીતી છે કે સુલતાન મહમદે આ બંને પ્રકારનાં વીસ લાખ ઝાડો ગુજરાતમાં રોપાવ્યાં હતાં. જામફળ અને દાડમ વેળકામાં પુષ્કળ થાય છે. અને પ્રાંતીજ પાસે એરાન ગામમાં ખરબૂચાં (ટેટી) બહુ જ મીઠાં અને મજેદાર હોય છે. પંચમહાલ જિલ્લામાં મહુડાં પુષ્કળ થાય છે, સુરત જિલ્લામાં આંબા, ફણસ, અને તાડ અને ખજુરીનાં ઝાડ વધારે પ્રમાણમાં છે. . . નિંધ:–રાન, પ્રાંતીજ જિલ્લામાં લગભગ ૨ માઈલ ઉપર એક નાને કસબો છે. અસલ એ વેપારનું મથક અને અનાજનું બજાર હતું. મરાઠાઓની લૂંટફાટને લઈને એની પડતી થઈ હતી. હાલમાં
SR No.032051
Book TitleGujaratno Itihas
Original Sutra AuthorN/A
AuthorMaulana Saiyad Abu Jafar Nadvi
PublisherGujarat Vidyasabha
Publication Year1949
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy