SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ત્રીજુ મુસલમાનેાના હુમલા : ૧ : મહમૂદ ગઝનવી [ ખંડ ૧ ] અસદ બિન સામાન નામના એક શખ્સ હતા, તે અહેરામ ચેોખીન (ઈરાનના પાદશાહ)ના વંશને હાવાથી ઘણા નામાંકિત હતા. બગદાદના ખલીફા મામૂનુર્શીદ બિન હાન્નુર્શીદે આ ખાનદાનના ઘણા માન મર્તા જાળવ્યા અને ખુરાસાનમાં મેાટા મેટા હાદ્દાઓ આપ્યા. ખલીફા માઅતઝિદ બિલ્લાના જમાનામાં એ જ ખાનદાનના ઈસ્માઈલ નામના એક શખ્સ માવરાઉન-નહર (તુક સ્તાન)ના હાકેમ હતા. તેનું પાયતખ્ત મુખારા હતું. તેણે ધીમે ધીમે તમામ તુર્કીસ્તાન, ઈરાન અને કામૂલ પોતાના કબજામાં લઈ લીધાં. ઈ. સ. ૯૦૭ (હિ. સ. ૨૯૫)માં તેના અવસાન પછી તેનેા પુત્ર અહમદ બિન ઈસ્માઈલ સામાની તખ્તનશીન થયા. ઈ. સ. ૯૧૫ (હિ. સ. ૩૦૩)માં તેના મરણ પછી તેના પુત્ર નસર બિન અહમદે ૨૮ વરસ હકૂમત કરી ઈ. સ. ૯૪ર (હિ. સ. ૩૭૧)માં આ ફાની દુનિયા છેડી ગયા. નસર પછી નૂહુ બિન નસરે ઈ. સ. ૯૫૪ (હિ. સ. ૩૪૩) પર્યંત રાજ્ય કર્યું. તેના પછી અબ્દુલમલેક બિન નૂહ ઈ. સ. ૯૬૧ (હિ. સ. ૩૫૮) પંત પાદશાહ રહી ગુજરી ગયા. અને તેને ભાઈ મન્સૂર ઇબ્ન નૂહે ઈ. સ. ૯૭૫ (હિ. સ. ૩૬૫) પત કૂમત કરી. એ જ પાદશાહના સિપાહસાલાર અલપ્તગીન હતા જે મન્સુરની તખ્તનશીનીની સખત વિરુદ્ધ હતા, તેથી તે ડરી જઈ ગજીના તરફ ભાગી ગયા અને ગઝનાના પહાડી ઈલાકામાંથી એક ૧. ગઝના હાલમાં કાબુલની હકૂમત નીચે છે.
SR No.032051
Book TitleGujaratno Itihas
Original Sutra AuthorN/A
AuthorMaulana Saiyad Abu Jafar Nadvi
PublisherGujarat Vidyasabha
Publication Year1949
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy