SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૦] ગુજરાતનો ઇતિહાસ મેર અને પિપટ પુષ્કળ છે. શહેરથી માંડી અખાત પર્યત લગભગ બે દિવસનું અંતર છે. જ્યારે એમાં એટ થાય છે ત્યારે અંતર એટલું વધી જાય છે કે તમામ જમીન એક રણ માફક માલુમ પડે છે. ત્યારપછી જ્યારે ભરતી આવે છે તે તે એટલી જલદી આવે છે કે ઘણી વખત કૂતરાઓને માલુમ પડી જતાં જલદી જલદી જમીન તરફ દોડે છે, પરંતુ આખરે સમુદ્રના મોજાં તેમને ગોદમાં લઈ પણ લે છે. (ભા. ૧, પૃ. ૧૭૭) અને ગુજરાતને પાદશાહ એમની (વલ્લભરાય) સાથે પોતાના રાજ્યની એક બાજુ ઉપર લડાઈ કરે છે. ગુજરાતના રાજા પાસે પુષ્કળ ઘેડા, ઊંટ, અને લશ્કર છે. તેને એ ખ્યાલ છે કે ઈરાકી (બગદાદના) પાદશાહ સિવાય દુનિયામાં તેની બરાબરી કરે એ બીજો કોઈ નથી. એ રાજા મગરૂર અને દબદબાવાળો છે. બીજા પાદશાહે એની સહેમાં ખેંચાય છે. એ ઉપરાંત તે મુસલમાનોને દુશ્મન છે. તેની પાસે સંખ્યાબંધ હાથીઓ છે. તેના મુલ્કની એક ખાસ ઝબાન છે. ત્યાં સોના ચાંદીની ખાણે છે અને તેનાથી જ લેણદેણ ચાલે છે. (ભા. ૧, પૃ. ૨૧૦). અને હિંદના જિલ્લા લાર (ભરૂચથી થાણુ પર્યત)નું શહેર સમૂર (ચમૂર)માં દાખલ થયો જે વલ્લભરાયની સલ્તનતમાં શામેલ છે. એ બનાવ હિ. સ. ૩૦૪ (ઈ. સ. ૯૧૬)ને છે. અને આજકાલ ચેમૂરના પાદશાહનું નામ જાજ (જાન્જ) છે. (ઘણું કરીને શાહ શબ્દ માટે વાપર્યો હશે.) અને અત્યારે અહીં દસ હજાર મુસલમાન વસે છે, જેમાં બિયાસરા (હિંદી મુસલમાન) ઉપરાંત સયરાફ, બસરા, બગદાદ, તેમજ બીજા મુકેના લેકે પણ રહે છે. તેમણે લગ્નવિવાહ કરી એ મુલ્કને પોતાનું વતન બનાવ્યું છે. અહીં વેપારી વર્ગમાં મેટા મોટા લોકોને સમાવેશ થાય છે, જેવાકે મૂસા અને ઈસહાક સદાપુરી. અને “હુનરમંદ”ના હેદ્દા ઉપર આજકાલ અબૂ સઈદ છે, જે ઈન્ત ઝકરિયા નામથી ઓળખાય છે. હુનરમંદ” એક હેદો છે જે ઉપર સર્વ મુસલમાને એક
SR No.032051
Book TitleGujaratno Itihas
Original Sutra AuthorN/A
AuthorMaulana Saiyad Abu Jafar Nadvi
PublisherGujarat Vidyasabha
Publication Year1949
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy