SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ મુસલમાનોને સંબંધ [ ૨૦૭ હસનના શાગિર્દ પણ હતા, જેમને “તાબે થવાનું માન પણ મળ્યું હતું. ફાઝેલ ચલ્પીએ કલ્ફઝ જુનૂનમાં લખ્યું છે કે મુસલમાનોમાં એ પહેલા જ શમ્સ હતો કે જેણે કિતાબ રચી હતી,૧ ટૂંકમાં એ ફેજ ઈ. સ. ૭૭૬ (હિ. સ. ૧૬૦)માં બારબુદ (ભાળભૂત)ર પહોંચી (પિતૃગત નામ હતું.) બસરી મૌલા બની સાદ બિન શૃંદ મનાત...બિન તમામ એક મશહુર તાબેઈ (એ શબદ જે માણસ પુખ્ત ઉમરને, અકલવાળો અને મુસલમાન હોવા ઉપરાંત સહાબીને જોયા હોય એવા માટે વપરાય છે અને સહાબી શબ્દ જે પુખ્ત ઉમરના, અકલવાળા મુસલમાને મોહમ્મદ પેગંબર (સલ.)ને જોયા હોય તેને માટે વપરાય છે.)હતા. ઇન્ત મારામાં જેહાદ વિશેની અખૂબક્રની રિવાયત છે.-(પૃ. ૨૦૪, પૃ. દિલહી. નિઝામી) તબકાઈ તેમ્ન સાદમાં જણાવવામાં આવ્યું છે કે જેહાદ માટે સમુદ્રમાર્ગે હિંદમાં ગયા. તેમના અવસાન પછી હિંદના ટાપુઓમાંના એકમાં તેમની દફનક્રિયા કરવામાં આવી. આ બનાવ ખલીફા મહદીના શરૂઆતના સમયમાં એટલે કે ઈ. સ. ૭૭૬ (હિ. સ. ૧૬૦)ને છે. પૃ૦ ૩૬ ભા. ૭, વિભાગ ૨. છપાયેલ લીડનમાં). ૧. ચાદે અધ્યામ, અલીગઢ –હું ધારું છું કે ફાઝેલ ચપીને અભિપ્રાય સાચે નથી. ઇસ્લામમાં કિતાબ રચનાર પ્રથમ શમ્સ અમીર મુઆવિયાન પૌત્ર ખાલિદ હતો. તેને વિદ્યાનો અતિ શોખ હતો તે એ વાત ઉપરથી જાણવા મળે છે કે તેણે પરમના વિષયો જેવા કે વૈદકશાસ્ત્ર અને કીમિયાને પણ અભ્યાસ કરી ત્રણ રિસાલા લખ્યા હતા. અને તે સમયે યુનાની ઝબાનમાંથી અનુવાદ કરવાનું પણ શરૂ કરી દીધું હતું. તે જમાનાનો મશહુર અનુવાદક ઇસ્તફન હતો. ત્યારપછી તો તરજૂમાં અને અસલ ગ્રંથને એક સિલસિલો શરૂ થઈ ગયો અને અમલી ખાનદાનના કેટલાક ખલીફાઓએ એમાં પૂણ રસ લીધે. ટૂંકમાં મહદી અબ્બાસીથી પહેલાં વિદ્યાકળાને દરવાજે ખેલાઈ ચૂકયો હતે. (રસાઈલે શિબ્લીવિષય તરાજિમ) તહઝીબુતતહઝીબમાં જણાવવામાં આવ્યું છે કે રામ હરમુઝીએ ફાસેલમાં લખ્યું છે કે “બસરામાં એ પહેલો ગ્રંથકાર છે” પૃ. ૨૪૮, ભા. ૩, D૦ દાઈરલ મઆરિફ-હૈદરાબાદ. અહીંથી ઘણું કરીને નકલ કરનારની ગેરસમજ થઈ છે. ૨. બારબુદ –અસલ એ “ભાળભૂત” છે, ભરૂચથી લગભગ ૨૧ માઈલ ઉપર પશ્ચિમમાં કિનારાનું એક સ્થળ છે, (ઝફરવાલા ભા. ૧, પૃ. ૨૨૮,
SR No.032051
Book TitleGujaratno Itihas
Original Sutra AuthorN/A
AuthorMaulana Saiyad Abu Jafar Nadvi
PublisherGujarat Vidyasabha
Publication Year1949
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy