SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ મુસલમાનોનો સંબંધ [૨૦૧ ખરી વાત એ છે કે ખલીફા વલીદ બિન અબ્દુલ મલેકે પિતાના છેવટના જમાનામાં પોતાના પછી તેના ભાઈ સુલેમાન બિન અબ્દુલ મલેકને બદલે તેના પુત્ર અબ્દુલ અઝીઝને રાજ્યને હકદાર બનાવવાની કશિશ કરી. આ માટે એક કાવતરું રચવામાં આવ્યું, તેમાં રાજ્યના મોટા મોટા હાકેમેએ પણ ભાગ ભજવ્યો હતો. ટૂંકમાં તેઓમાં હજજાજ બિન યૂસુફ અને કુતબા બિન મુસ્લિમ વગેરે પણ હતા. જેમકે આધારયુક્ત અને મશહૂર અરબી ઈતિહાસ તારીખે તબરી (ભાવ ૮, પૃ. ૨૮૩)માં જણાવવામાં આવ્યું છે કે “વલીદ બિન અબ્દુલમલેકે પોતાના ભાઈ સુલેમાનને બદલે પોતાના પુત્ર અબ્દુલ અઝીઝને રાજ્યવારસ બનાવવાની ઈચ્છા કરી. આ કાવતરાને ફેજી અમલદારે અને કવિઓએ પણ ફેલાવ્યું. તે વખતે હજજાજ બિન યૂસુફ અને કુતબા રાજ્યના હક્ક ઉપરથી સુલેમાનની બરતરફી બાબતમાં વલીદ સાથે ગંદથી જોડાયા. અબુ આસિમ ઝિયાદીએ હવાસ કબી ઉપરથી નકલ કરી જણાવ્યું છે કે અમે લેકે હિંદમાં મેહમ્મદ બિન કાસિમ સાથે હતા, ત્યારે ખુદાએ દાહિરની કતલ કરી અને હજજાજ તરફથી અમારા ઉપર એક પત્ર આવ્યો કે સુલેમાનને બરતરફ કરો.” આ કાવતરું પરિપકવ થતાં પહેલાં જ હજજાજતું અવસાન થયું, સાત મહિના બાદ ખલીફા વલદે પણ બીજી દુનિયા તરફ પ્રયાણ કર્યું, અને સુલેમાને ખલીફા થયે. બલાઝરી (પૃ. ૪૨૮) લખે છે કે – કુતુબા, સુલેમાન બિન અબ્દુલ મલકથી ગભરાતો હતો, કારણ કે તેણે અબ્દુલ અઝીઝ બિન વલીદની રાજવારસ તરીકેની નિમણૂકમાં કેશિશ કરી હતી.' મારા ઉપરના ઉલ્લેખ ઉપરથી માલૂમ પડ્યું હશે કે કુતબા, હજાજ અને તેણે પાળી પિષી મોટો કરેલો મોહમ્મદ બિન કાસિમ વગેરે તમામે આ કાવતરામાં હિસ્સો લીધો હતો. એ જ કારણથી
SR No.032051
Book TitleGujaratno Itihas
Original Sutra AuthorN/A
AuthorMaulana Saiyad Abu Jafar Nadvi
PublisherGujarat Vidyasabha
Publication Year1949
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy