SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ ૧ –ઉપોદઘાત બીજું સરોવર પ્રાંતીજમાં છે, જેનું ક્ષેત્રફળ ૨૮૦ ચોરસ માઈલ છે અને એની ઊંડાઈ ૩૦ ફીટ છે. ત્યાંની માછલ્લી અમદાવાદ અને અન્ય શહેરોમાં પુષ્કળ જાય છે. કચ્છના રણ અને ખંભાત વચ્ચે એક “નળ” નામનું સરોવર છે, જેનું ક્ષેત્રફળ ૪૯ ચોરસ માઈલ છે. કેટલાક લકે ત્યાં પાણીમાં રહેનારાં પક્ષીઓ–બતકના શિકાર અર્થે જાય છે. રણુ-ગુજરાત પ્રાંતમાં રણનું પ્રમાણ વધારે નથી. થરના રણની દક્ષિણે એક પ્રદેશ આવેલો છે, જે કચ્છના રણને નામે ઓળખાય છે. આના બિલકુલ સપાટ જમીનના ભાગનું ક્ષેત્રફળ ૯૦૦૦ ચોરસ માઈલ છે. બહુધા આ અસલ સમુદ્રનો ભાગ હતો, જે સુકાઈ ગયો છે. આ રણના બે ભાગ છે. પૂર્વમાને મેટે ભાગ પૂર્વથી પશ્ચિમ સુધી ૧૬૫ માઈલ લાંબે છે, અને ઉત્તર દક્ષિણ એની લંબાઈ ૨૦ માઈલ છે. આ ભાગનું ક્ષેત્રફળ ૭૦૦૦ ચો. માઈલ છે. ડેકટર લેબાન એમના પુસ્તકમાં આ રણ વિશે નીચે પ્રમાણેની બાબતો જણાવે છે – પૂર્વ તરફનો ભાગ જે નાનું રણ છે તે ૧૬૦૦ ચો. માઈલ છે. એની પૂર્વ પશ્ચિમ લંબાઈ ૮૦ માઈલ છે અને ઉત્તર દક્ષિણ પહોળાઈ ૧૦ થી ૪૦ માઈલ છે. મોટા રણની દક્ષિણની સરહદ ઉપર મોટી મોટી ટેકરીઓ છે, અને એપ્રિલથી ઓકટોબર માસ પર્યત દક્ષિણ દિશા તરફથી મોટા વંટોળિયા આવે છે અને કેઈક વખત વરસાદ પણ પડે છે. ભરતી વખતે દરિયાનું પાણી એકથી ત્રણ ફીટ સુધી ચડે છે. કેઈક વખત લૂણી અને બનાસ નદીઓની રેલ એને પાણીથી તર કરી મૂકે છે. અને પાણીના સુકાયા પછી તો ભેજ રહી જાય છે. કોઈક ઠેકાણે જમીન હરિયાળી દેખાય છે. આ રણમાં કઈ કઈ વખતે પક્ષી નીકળી આવે છે. ગધેડાં અને હરણનાં રોળાં પણ જોવામાં આવે છે, તેમજ ઊંટોના કાફલા પણ આવે છે. ૧. મુંબઈ ગેઝેટિયર, ભા. ૫ માં પૃ. ૧૧-૧૨
SR No.032051
Book TitleGujaratno Itihas
Original Sutra AuthorN/A
AuthorMaulana Saiyad Abu Jafar Nadvi
PublisherGujarat Vidyasabha
Publication Year1949
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy