SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૮] ગુજરાતનો ઈતિહાસ ઊગે છે, અરબસ્તાનમાં સોનું અને હીરાની પુષ્કળ ખાણ હતી અને અદ્યાપિ પણ છે.” હમદાનીએ હરેકનાં નામ ગણાવ્યાં છે તે સર્વ ખરાં છે, પરંતુ જે જમાનાની આપણે વાત કરીએ છીએ તે એક એવો સમય હતો જ્યારે સારી દુનિયામાં દેવપૂજા હતી, એ દેવતાઓ માટે મંદિરની મહાન ઈમારતો તૈયાર કરી પૂજાની સાથે લેબાનનો ધૂપ પણ થતો હતો અને ખુશબોદાર લાકડાં (દાખલા તરીકે અગર, સુખડ વગેરે) હંમેશાં બળતાં રહેતાં હતાં. આ કારણથી હિંદુસ્તાનથી માંડી યુરો૫ સુધી આ વસ્તુઓની ખપત હતી. પરંતુ અરબ વેપારીઓ જે દુનિયાની મોટી મોટી બજારના માલિક હતા તેઓ દુનિયાની માગણી ફક્ત પોતાના ઘરથી પૂરી પાડી શકતા ન હતા; આથી કુદરતી રીતે તેમને એની તલાશ કરવી પડી, કે આ માગણી હવે ક્યાંથી પૂરી પાડી શકાય. આ કોશિશના પરિણામે હિંદુસ્તાન સાથે તેમના વેપારી સંબંધનાં મંડાણ મંડાયાં. ચામડું, જન, ગલન્ગા (એક જાતનાં ખુશબોદાર પાંદડાં), જાયફળ, હરડાબેડા, અલબુસનું લાકડું, કાચબાની પીઠનું હાડકું, ચિનિકબાલા, મખમલ, જસત, લોબાન, નેતર, એળિયે, હાથીદાંત. જુદી જુદી જાતની વન સ્પતિમાંના રેસામાંથી તૈયાર કરેલાં કપડાં, હળદર, લવીંગ, એલચી, કાળાં મરી, તજ, સોપારી, નાળિયેર, આમલી એ સર્વ એવી ચીજ છે જે ખાસ કરીને અરબ વેપારીઓ દક્ષિણ કિનારા અને હિંદના ટાપુઓમાંથી યમન લઈ જતા હતા. આ ઉપરના ઐતિહાસિક ખ્યાન ઉપરાંત આજ પણ જીવતો જાગત દાખલો મેજૂદ છે કે આ ચીજો અહીંથી બહાર જતી હતી. આ ઉપરાંત એક મહાન સાબિતી એ પણ છે કે આ ચીજોનાં કેટલાંક નામો અરબી ઝબાનમાં સંસ્કૃતમાંથી આવ્યાં છે. ઉદાહરણ તરીકે મુશ્ક (કસ્તૂરી), ફિલફિલ (પીપર), -કાફૂર (ક૨), ઝન્જબીલ (ઠ), સંડલ (ચંદન), નારછલ (નાળિયેર), કરનફૂલ (લવીંગ), જાયફળ વગેરે. આવી રીતે કેટલાંક નામ સાથે ૧. ત મદને અરબ, અનુવાદ બેલ્ટામી
SR No.032051
Book TitleGujaratno Itihas
Original Sutra AuthorN/A
AuthorMaulana Saiyad Abu Jafar Nadvi
PublisherGujarat Vidyasabha
Publication Year1949
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy