SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ વીસ મત કર જ નહિ હિંદુઓને સમય [ ૧૭૯ એ પણ ત્યાં ગયે. કર્મસંજોગે એની ફતેહ થઈ; અર્થાત્ કુંવરીએ વીસલદેવના ગળામાં હાર નાખે. રાજા ત્રિભુવનપાળ સોલંકી પાસેથી તેણે હકૂમત હાસિલ કરી હતી તેથી સાધારણ રીતે વાઘેલા વંશને પહેલે રાજ્યકર્તા એ જ મનાય છે. તેણે તમામ પુરાણ મંદિરની મરામત કરાવી, ડભોઈને કિલે બંધાવ્યો અને તેની નજીક જ “કડક” નામનું તળાવ બંધાવ્યું. તે તૈયાર કરવામાં મુસલમાન ઈજનેરેએ પણ હિસ્સો લીધો હતો. અર્જુનદેવ વાઘેલે –ઈ. સ. ૧૨ ૬૪–૧૨૭૫ (હિ. સ. ૬૬૩-હિ. સ. ૬૭૪). પોતાના પિતાના અવસાન પછી તે રાજ્યને માલિક થયો. સોમનાથના ઈ. સ. ૧૨૬૨ (હિ. સ. ૬૬૩)ના શિલાલેખમાં તેની ઘણી તારીફ લખવામાં આવી છે. તેના જમાનામાં મુસલમાન હાકેમો પણ હતા, જેમાંના એકનું નામ હુરમુઝ (બહુધા ઈરાની મુસલમાન હશે) અને બીજાનું નામ ખાજા ઈબ્રાહીમ નાખુદા હતું. હરમુઝે વેરાવળ પાટણમાં એક મસ્જિદ પણ બંધાવી હતી. અને ઘણું કરીને તે ત્યાં જ એ હાકેમ હશે. અને હું ધારું છું કે તે બંદરખાતાના અધિકારી હશે. એ જ સમયે અમદાવાદ નજીક આવેલા અસાવલમાં મુસલમાન વેપારીઓએ એક મસ્જિદ બંધાવી જેનો શિલાલેખ હાલમાં હઝરત પીર મોહમ્મદશાહની મસ્જિદમાં મુખ્ય મિહરાબ ઉપર સાચવવા માટે લગાવવામાં આવ્યો છે, તેમાં હિ, સ. ૬૭૫ લખેલી છે. સારંગદેવ વાઘેલે –ઈ. સ. ૧૨૭૫–૧૨૯૭ (હિ. સ. ૬૭૪– (હિ. સ. ૬૯૭). અર્જુનદેવ વાઘેલા પછી તેના પુત્ર સારંગદેવે ગુજરાત ઉપર રાજ્ય કર્યું. આબુના ઈ. સ. ૧૨૯૪ના શિલાલેખ ઉપરથી એમ જણાય છે કે ચંદ્રાવતીનો રાજા વીસલદેવ એને ખંડણ ભરતો હતો. કરણદેવ વાઘેલા –ઈ. સ. ૧૨૯૭-૧૩૦૪ (હિ. સ. ૬૯– ૭૦૪). સારંગદેવ પછી કરણદેવ તખ્તનશીન થયો. તેના બે વજીરે હતા. એકનું મામ માધવ અને બીજાનું નામ કેશવ હતું. બંને ભાઈઓ
SR No.032051
Book TitleGujaratno Itihas
Original Sutra AuthorN/A
AuthorMaulana Saiyad Abu Jafar Nadvi
PublisherGujarat Vidyasabha
Publication Year1949
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy