SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૬ ] ગુજરાતનો ઇતિહાસ (હિ. સ. ૩૦૦)માં બુઝુર્ગ બિન શહરિયાર માનખેળ જોઈને ચીન તરફ નીકળી ગયો. તેણે માનખેળ પાયતખ્તની બહુ જ તારીફ કરી છે, અને તેને સોનાનું શહેર કહ્યું છે. ઈ. સ. ૯૨૦ (હિ. સ. ૩૦૮)માં એ રાજા મરણ પામે. રત્નાદિત્યરાજ–ઈ. સ. ૯૨૦-૯૩૫ (હિ. સ. ૩૦૮– ૩૨૪). રાજા વૈરિસિંહ પછી તેનો પુત્ર રત્નાદિત્ય રાજા થયો. મુસલમાનો તેને રિશાદત કે રિસાદત કહે છે. એ રાજા નેકદિલ સત્યવાદી તેમજ પરાક્રમી હતો. તેણે મુલ્કની સુંદર વ્યવસ્થા કરી અને તેની રેયત તેનાથી રાજી હતી અને રાજ્યમાં સુખશાંતિ પણ હતાં; તે છતાં ક્ષેમરાજના સમયથી જે પડતીનો કીડા પેઠે હતો તે બરાબર તેને ખાતો રહ્યો. સૂબેદારની ચડતી થઈ અને કેન્દ્રની હકૂમતીમાં કમજોરી આવી. એ ૧૫ વરસ રાજ્ય કરી પરલોકવાસી થયો. સામંતસિંહ –ઈ. સ. ૮૩૫–૯૪ર (હિ. સ૩૨૪-૪૪૧). રત્નાદિત્યનો પુત્ર સામંતસિંહ ગાદી ઉપર બિરાજમાન થયું. એ વંશ એ છેલ્લે રાજા હતો. તે મછલો અને દિલને કમજોર હતે. તે ઉપરાંત બદયાલને અને જુલ્મી હતો, શરાબનો ઉપાસક હતો. એક દિવસ શરાબના નિશામાં પિતાના ભાણેજ મૂળરાજ માટે ગાદી વારસ તરીકેની વિધિ કરી દીધી. નિશા ઊતરી ગયા બાદ મૂળરાજ પાસેથી પાછી માગણી કરી, પરંતુ તેણે તેમ કરવાને સાફ ઈન્કાર કર્યો. ઝઘડે વળે ત્યારે આખરે લડાઈ થઈ સામંતસિંહ માર્યો ગયા અને મૂળરાજ તખ્તને કબજે લઈ સ્વતંત્ર રાજા થઈ ગયો. “કુમારપાલચરિત્રમાં જણાવવામાં આવ્યું છે કે જમાઈ ભાણેજ અને મૂખ કદી ઉપકૃત રહેતા નથી. ચાવડા વંશના ૮ રાજાઓએ લગભગ ૨૦૦ વર્ષ રાજ્ય કર્યું.૧ ૧. કલ્યાણરાજની ૫૦ વરસની હકૂમત જે કાઢી નાખવામાં આવે તો ચાવડા વંશની સલ્તનતની કુલ મુદત ૧૯૬ વરસની થાય છે. આ જ
SR No.032051
Book TitleGujaratno Itihas
Original Sutra AuthorN/A
AuthorMaulana Saiyad Abu Jafar Nadvi
PublisherGujarat Vidyasabha
Publication Year1949
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy