SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ ૩. અર્વાચીન કાવ્યસાહિત્યમાં સમ પદ્યરચના આવતાં ઉપર ફૂટી નીકળે, અને તે વિષમ અંતરે ફૂટી નીકળતા તાલોથી મનહરને અછત લય વ્યકત થતો રહે તો એકવિધતા કલેશકર તે ન થાય એમ હું માનું છું. મેં ઉપર : કહ્યું તેમ, હરકોઈ એકી અક્ષરે તાલ પાડી શકતો હોય તો વિવિધતા વધે. અને તે ઉપરાંત પણ વિવિધતાને માટે મને એક અવકાસ જણાય છે જે આપની સમક્ષ વિચારવા રજુ કરું છું. ઘનાક્ષરીનો સંધિ ચતુરક્ષર છે. છતાં મનહરને બેકી પંકિતને છેલ્લે સંધિ ત્રણ અક્ષરનો આવે છે. જે મનહરની કડી બે જ પંક્તિની ન ગણુએ પણ શ્રીયુત કેશવલાલભાઈએ કહ્યું છે તેમ આઠ પંક્તિની તેની એકમ ગણીએ,—અને એ જ તેનું યથાર્થ સ્વરૂપ છે,–તે ત્રણ અક્ષરનો સંધિ આવતાં છતાં પણ તેના તાલની ગતિ સતત ચાલુ રહે છે એમ માનવું જોઈએ. એ ખૂટતા એક અક્ષરને અવકાશ ચરણાન્ત વિરામથી પુરાય છે એમ ગણવું જોઈએ. આ સાચું હોય તે, હું માનું છું, પંક્તિની વચ્ચે વાક્ય પૂરું થાય અને વિરામને અવકાશ હોય ત્યાં ચાર સંધિ આવી શકે. અને એ રીતે એક વૈવિધ્ય વધે. તે ઉપરાંત અમુક સંખ્યાના અક્ષરોની વહેંચણથી પણ એક ચમત્કાર આવી શકે છે. જેમ કે નાવ સમાજ દેખી, બસ સરાઈ કેસે તીરથકા મેલા તામે કબહુ રહાગું ? આતશકી ભાજી તન સાચો હૈ સુપન જૈસે ભૂતકા કટક દેખી, તામેં ભરમાંચગે. પાનીકા પતાસા જૈસા, પાનીમે મિલાઇ જાત • એસે પંચભૂત પંચભૂતમેં મિલાગે; દેખત હમારો ચાલ્યો જત હૈ જગત યહ દેખત જગતનું હમ હું ચલે જાયગં. આમાં ઘણું જગાએ અષ્ટાક્ષરી ખંડ ત્રણ ત્રણ અને બે અક્ષરવાળા શબ્દોમાં વહેચાયેલો છે, અને તેવી વહેચણી માત્રથી પણ એક વિચિત્ર્ય
SR No.032049
Book TitleArvachin Gujarati Kavya Sahitya
Original Sutra AuthorN/A
AuthorRamnarayan Vishvanath Pathak
PublisherGujarat Vidyasabha
Publication Year1949
Total Pages120
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy