SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ . અર્વાચીન કાવ્યસાહિત્યમાં સળંગ પદ્યરચના પાની પ્રતિમા પાસે એ પડયા ગજબ થશે ! ભાઇએ ગજબ ધો. હું એ સાથે પહેરે તમે પડયાઃ સર્વ શહેરા પડયા અને દુષ્ટ કહીને દુનિયામાં ડર વાગ્યો. આ પઠનરાલી અર્થને પિોષક કે ઘાતક નથી. આવો અર્થને વિષમ કે વિપરીત તાલ એ જ કટાવની સામે મારો મુખ્ય વાંધો હિતો. પણ આ વાંધે વનવેલી સામે એ નથી. કટાવનો તાલ જોરદાર છે તેટલું જોરદાર તાલ મનહર કે ઘનાક્ષરીને નથી. એ તાલને, અર્થાનુકૂલ વાંચતાં ગૌણ કરી શકાય છે. એટલે લાંબે ટૂકે અંતરે અર્થને અનુકૂલ રીતે, કઈ ચતુરક્ષર સંધિ ઉપર તાલ આપતા રહીએ તો પદ્યની પ્રતીતિ જીવન્ત અને જાગ્રત રહે. આ ઉપરથી એ ફલિત થાય છે કે જે લાંબા અંતર સુધી આ તાલ ગૌણ રહી જાય તો વનવેલીમાં ગઘની શિથિલતા આવે. તે સાથે, હું માનું છું, એ પણ વનવેલીનું લક્ષણ ગણાવું જોઈએ કે એ તાલ જ્યાં પડે ત્યાં તે અર્થભારની સાથે પડ જોઈએ. અર્થભાર ત્યાં આવી શકતો ન હોય તો છેવટ ભાર પડવાનો વણું (કે રૂ૫), ભારક્ષમ હોવો જોઈએ. એ શબ્દમાં એ વર્ણ (કે રૂ૫), શબ્દના સ્વાભાવિક ઉચ્ચારમાં થડકાતો હોવો જોઈએ. બીજું કંઈ નહિ તો એ શબ્દનો આદ્ય અક્ષર હોવો જોઈએ, કારણ કે ગુજરાતીમાં શબ્દને આદ્યાક્ષર ભારે છે.* બીજી એક વાત મને વિચારવી આવશ્યક લાગે છે. આપણું પિંગલના તાલે બધા એક સરખા નથી. તેમાં પ્રધાન ગૌણને અનેક પ્રકારને ભેદ–અલબત મૂળ તો સંગીતજન્ય –છે. જેમકે હરિગીતના દાદાલદા સંધિમાં જે બે તાલો છે તેમાંને એક બીજા કરતાં વધારે જોરદાર છે. તેમજ મૂલણાના દાલદા સંધિમાં પહેલા દા ઉપર તાલ પિંગલમાં આપ્યો છે, પણ છેલ્લા દા ઉપર પણ એક + પરિશિષ્ટ જુઓ.
SR No.032049
Book TitleArvachin Gujarati Kavya Sahitya
Original Sutra AuthorN/A
AuthorRamnarayan Vishvanath Pathak
PublisherGujarat Vidyasabha
Publication Year1949
Total Pages120
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy