________________
પ્રથમ આવૃત્તિની
પ્રસ્તાવના અર્વાચીન ગુજરાતી કાવ્યસાહિત્ય ઉપર વ્યાખ્યાને આપવાનું કામ ગુજરાત વર્નાકયુલર સોસાયટી તરફથી ૧૯૨૯ની આખરમાં મને સોંપાયું તેને માટે તૈયારી કરતો હતો તેટલામાં આ દેશ રાજકીય ક્ષેભમાં આવી ગયો અને તેથી આ કામ ઘણું લંબાયું.
અત્યારે પણ દેશના માનસમાં સાહિત્યનું કામ કરવાને માટે જોઈએ તેવું સ્વાધ્ય તો નથી જ-ઉગ્ર ક્ષોભને સ્થાને અત્યારે ચિન્તા અને વ્યગ્રતા છે. પણું રવીકારેલા કામનું ઋણ બહુ વખત માથે ન રાખવું એવી બુદ્ધિથી મેં ભાષણે તૈયાર કરવા માંડ્યાં અને તૈયાર થતાં ગયાં તેમ તેમ હું તે જાહેરમાં વાંચતે ગયે. આમાંનું છેલ્લું ભાષણ સોસાયટીના વાર્ષિક ઉત્સવ પ્રસંગે વાંચેલું છે.
આ ભાષણ દરમિયાન ચર્ચાથી કે વિશેષ વાચનથી મને જે જે સ્થાને વિરતારવો જેવાં કે વધારે ફુટ કરવા જેવાં લાગ્યાં તે મેં ભાષણની અંદર સુધારાવધારા કરીને કે નીચે ટીપ આપીને કે પરિશિષ્ટ આપીને કરેલ છે. છતાં આપણું પ્રસિદ્ધ થતા કાવ્યસાહિત્યને પહોંચી વળવું અશક્ય છે. આ પુસ્તક છપાય છે તે દરમિયાન જ શ્રી સુન્દરમની કવિતાના બે સંગ્રહ “કાવ્યમંગલા' અને “કેયા ભગતની કડવી વાણી, શ્રી ચન્દ્રવદન મહેતાનાં “ઇલા કાવ્યો ને સંગ્રહ અને શ્રી મનસુખલાલને “કુલદેલ” બહાર પડયા છે અને બીજા સંગ્રહે પણ થોડા સમયમાં બહાર પડનાર છે. એટલે સંતોષ થાય છે કે આ ઘણાખરા નવા થતા સંગ્રહે પ્રસિદ્ધિ પહેલાં મને જેવા મળ્યા છે, અને તેમાં, આ વ્યાખ્યાનોમાં રજૂ કરેલાં ઐતિહાસિક બળોના દાખલા રૂપે જ ઘણું મળી આવે છે. પણ તે સિવાય પણ અર્વાચીન સાહિત્ય ચાલુ માસિકમાં છૂટક પ્રસિદ્ધ થતું હોવાથી બધા લેખક અને તેમનાં બધાં કાવ્યોને એવાં વ્યાખ્યાનોમાં સ્પર્શ કરવો