SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪ ] અર્વાચીન ગુજરાતી કાવ્યસાહિત્ય કારણને લીધે ગીતામાં જ્યાં ટેકની પંક્તિનું વ્યવધાન આવે છે ત્યાં આપણું લોકગીતોના કર્તાઓએ પ્રાસની જરૂર જોઈ નથી. ઉદાહરણ શરદ પૂનમની રાતડી ને કાંઈ ચાંદે ચડે આકાશ રે આવેલ આશા ભર્યા રે. વનરા તે વનના ચોકમાં કાંઇ નાચે નટવર લાલ રે આવેલ આશા ભર્યા રે. વગેરે. એ ગીતમાં પ્રાસ નથી. ગુજરાતી કવિઓને નહિતર અંગ્રેજી જેટલી પ્રાસેની બેટ નથી. આપણા કવિઓ રમતમાં પ્રાસ મેળવે છે. - છતાં જ્યાં જ્યાં લોકગીતમાં લાંબી ટેકાના વ્યવધાનથી કડીઓ છૂટી પડી ગઈ હબ છે, અને સંગીતમાં પણ કડી સ્વતંત્ર થઈ ગઈ હોય છે ત્યાં કવિઓએ જુદી જુદી કડીઓની પંક્તિઓ વચ્ચે પ્રાસ મેળવવા પ્રયત્ન કર્યો નથી. ભજનમાં પણ મેં આવી જગ્યાએ પ્રાસો જોયા નથી. ફારસી મઝલમાં પણ ઘણી જગ્યાએ આખી ગઝલમાં દરેક કડીને છેડે એક જ શબ્દસમૂહ રદીફ) આવતો હોય ત્યાં એની પહેલાં પ્રાસ (કાફિયા) આપણા કવિઓએ મેળવ્યો નથી તેનું હું આ જ સમર્થન સમજું છું. નહિતર ફારસી પિંગલના નિયમ પ્રમાણે રદીફ પહેલા કાફિયા જોઈએ એમ મને તેના અભ્યાસીઓએ કહ્યું છે. પણ ફારસી પિંગલના આ નિયમો આપણું કવિઓએ પાળ્યા નથી. ફારસી ઉપરથી કવિતા કરનાર કલાપીએ આવી ગઝલમાં એવા પ્રાસો મેળવવા ચીવટ રાખી નથી, અને ફારસીના સારા અભ્યાસી બાલાશંકર ઉલ્લાસરામે પણ આવી ગઝલોમાં એવા પ્રાસેનો આગ્રહ રાખ્યો નથી. જો કે સંસ્કૃત વૃત્તામાં પ્રાસની જરૂર નથી છતાં એમણે પ્રાસ વિનાના કે નથી લખ્યા. એટલે આ ગઝલમાં પણ પ્રાસની અનાવશ્યકતા મનાવાનું કારણ પણ હું એ જ માનું છું, કે અમુક શબ્દસમૂહના પુનરાવર્તનથી પ્રાસજન્ય સંગીતની અસર થઈ
SR No.032049
Book TitleArvachin Gujarati Kavya Sahitya
Original Sutra AuthorN/A
AuthorRamnarayan Vishvanath Pathak
PublisherGujarat Vidyasabha
Publication Year1949
Total Pages120
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy