SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ - ૫ થયે, ખુદ પોતાની અનુભૂતિના આધારે, એ તથનો સાક્ષાત્કાર થાય છે કે આ શરીર એ કોઈ સ્થિર કે ઘન વસ્તુ નહિ પણ પ્રતિક્ષણ અનેકશઃ પલટાતા પરમાણુઓનો પુંજ માત્ર છે. એ અનુભૂતિ દ્વારા શરીરની ઘનસંજ્ઞા નષ્ટ થતાં દેહમાં થતી આત્મબુદ્ધિની ભ્રાન્તિ ભાંગે છે અને નિર્લિપ્તતા પુષ્ટ થાય છે. આપણા દેહમાં અનુભવાતી સ્થૂલ-સૂક્ષ્મ સંવેદનાઓના અવલંબને, સતત પરિવર્તનશીલ દેહધારાનું અને કમશઃ ચિત્તધારાનું પણ નિરીક્ષણ અને પરીક્ષણ કરતાં રહી, સમસ્ત અવચેતન મનને જાગૃત કરી તેને ચેતન મનમાં પલટી નાખી, શરીર અને મનની પ્રવહમાન ધારાથી પર શાશ્વત સત્યનો અપરોક્ષ બોધ પ્રાપ્ત કરી, રાગ-દ્વેષ અને મહિના સમસ્ત સંસ્કારોથી મુક્ત થઈ જવું એ આ પ્રક્રિયાનું લક્ષ્ય છે. અહીં એક વાત સ્પષ્ટતાથી સમજી લઈ સ્મૃતિપટ પર અંકિત કરી લેવી જોઈએ તે એ કે શ્વાસોચ્છવાસને અને/અથવા શરીરમાં અનુભવાતી સંવેદનાઓને જોતા થવું/જેતા રહેવું એમાં જ આ સાધનાની ઈતિશ્રી નથી. એ બંને અવલંબનો તો ચિત્તને નિર્મળ અને સ્વવશ કરવા માટે, જ્ઞાનાવરણને ક્ષીણ કરતા જઈ ચિત્તને ઉત્તરોત્તર અધિક સતેજ કરવા માટે અને, પ્રતિક્ષણ પલટાતી સ્કૂલ-સૂક્ષ્મ સંવેદનાઓ દ્વારા શરીરની ક્ષણભંગુરતાને અને ચિત્તધારાની યે પરિવર્તનશીલતાને જાત-અનુભવ દ્વારા જાણી લઈ, તેમાં આસકત થઈ રાગ-દ્વેષ કરવા એ સર્વ દુઃખનું બીજ છે - એ તથ્યની ઉત્તરોત્તર દઢતર પ્રતીતિ મેળવતા જઈ, અંતે ધ્રુવ, નિત્ય, શાશ્વત સત્યના સાક્ષાત્કાર સુધી પહોંચવા માટે, સાધન તરીકે ઉપયોગમાં લેવાય છે; અર્થાત્ શરીર અને મન સાથેના તાદાત્મની ભ્રાન્તિને ઓળખી લઈ, પૂર્ણ સમતામાં સ્થિત થઈ, સત્ય - શાશ્વત - ધ્રુવ - નિત્ય તત્ત્વનો અનુભવ સાક્ષાત્કાર અને અંતે, જન્મજન્માંતરથી સંગૃહિત સમસ્ત સંસ્કારોનો ક્ષય કરી તૃષ્ણાની આગને સંપૂર્ણપણે બૂઝવી દઈ નિર્વાણની/મોક્ષની ઉપલબ્ધિ - એ છે આ સાધનાનું અંતિમ સાધ્ય. સાધનાનું રોજિંદા જીવનમાં દેખાતું પરિણામ વિપશ્યનાના નિષ્ઠાપૂર્વકના અભ્યાસથી ચિત્ત કમશઃ વિકાર- વાસનારહિતશુદ્ધ અને નિર્મળ થતું જાય છે. આથી વિપશ્યી સાધક જેમ જેમ આગળ
SR No.032046
Book TitleVipashyana Shu Che
Original Sutra AuthorN/A
AuthorAmarendravijay
PublisherGyanjyot Foundation
Publication Year
Total Pages16
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy