SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજાના ત્રણ પ્રકાર. ૭૩ અને પ્રભુને આંગી કરવી. ગૌચંદન, કસ્તુરી આદિથી તિલક કરવાં. પત્રરચના કરવી, વચમાં વિવિધ પ્રકારની સુંદર રચના કરવી, બહુ મૂલ્યવાળા રત્ન, સુવર્ણ, મોતીનાં આભૂષણ અને સોનારૂપાનાં ફૂલથી આંગીની શોભનિક રચના કરવી; જેમ કે, - વસ્તુપાળ મંત્રીએ પોતાના ભરાવેલા સવા લાખ જિનબિંબને તેમજ શત્રુંજય તીર્થ ઉપર રહેલાં સર્વ જિનબિંબોને રત્ન તથા સોનાનાં આભૂષણ કરાવ્યાં હતાં. વળી દમયંતીએ પૂર્વભવમાં અષ્ટાપદ પર્વત ઉપર રહેલા ચોવીસે તીર્થંકરો માટે રત્નનાં તિલક કરાવ્યાં હતાં. એવી રીતે જેમ ભાવવૃદ્ધિ થાય તેમ કરવું એ શ્રેયસ્કારી છે. કહેલું છે કે ઉત્તમ કારણથી પ્રાયે કરી ઉત્તમ ભાવ થાય છે, તેમ દ્રવ્યપૂજાની રચના અત્યુત્તમ હોય તો ઘણા ભવ્ય પ્રાણીઓને ભાવની અધિકતા થાય છે. એના સિવાય બીજો કાંઈ શ્રેષ્ઠતર ઉપયોગ નથી, માટે એવા કારણનો સદાય ખપ કરવો, જેથી પુષ્ટતર પુણ્ય બંધાય છે. વળી દેરાસરમાં પૂજા વખતે (વિવિધ પ્રકારના) ચંદરવા બાંધવા. ગ્રંથિમ (ફૂલની સાથે ગુંથેલા), વેષ્ટિમ (સુતરથી વીંટીને હાર વગેરે બનાવેલાં), પુરિમ (પરોવેલાં), સંઘાતિમ (ઢગલા કરવા) રૂપ ચાર પ્રકારનાં વિકસ્વર, કરમાયેલાં નહીં એવાં, વિધિપૂર્વક યુક્તિથી મંગાવેલાં સેવતરા (સેવતી), કમળ, જાઈ, જુઈ, કેતકી, ચંપા વગેરેનાં ફૂલથી માળા, મુકુટ, શેખરા, પુષ્પપગર (ફૂલનાં ઘર) વિગેરેની રચના કરવી. જિનેશ્વર ભગવંતના હાથમાં સોનાનાં બીજોરાં, નારિયેળ, સોપારી, નાગરવેલનાં પાન, સોનામહોર, રૂપામહોર, વીંટી, મોદક વગેરે મૂકવાં, ધૂપ ઉવેખવો, સુગંધવાસ પ્રક્ષેપ કરવો, એવા સર્વ કારણ છે, તે બધા અંગપૂજામાં ગણાય છે. બૃહદ્ભાષ્યમાં પણ કહેલું છે કે : “સ્નાત્ર, વિલેપન, આભરણ, વસ્ત્ર, બરાસ, ગંધ, ધૂપ, પુષ્પ આદિથી પૂજા કરવી તે અંગપૂજામાં ગણાય છે, ત્યાં આ વિધિ છે. વસ્ત્રથી નાસિકાને બાંધી જેમ ચિત્ત સ્થિર રહે તેમ વર્તવું. વળી દેરાસરમાં પૂજા વખતે પોતાના અંગને ખરજ પણ ખણવી નહીં.'' બીજા ઠેકાણે પણ કહેલું છે કે : “જગદ્ગુરુની પૂજા કરતાં કે સ્તુતિ-સ્તોત્ર ભણતાં, પોતાના શરીરે ખરજ ખણવી કે મુખથી થંક, બળખો નાખવાની આશાતનાનાં કારણ વર્ષે.” દેવ-પૂજાની વખતે મુખ્ય વૃત્તિએ તો મૌન જ રહેવું, જો તેમ બની શકે નહીં તો પણ પાપહેતુક વચન તો સર્વથા ત્યજવું કેમકે નિસીહિ કહી ત્યાંથી ઘર વ્યાપાર પણ ત્યાગ કરેલા છે તેથી દોષ લાગે માટે પાપ હેતુક (પાપ લાગે એવી) કાયિક સંજ્ઞા (હાથનો લહેકો કે આંખનું મચકાવવું આદિ ક્રિયા) પણ વર્જવી કેમકે તેથી અનુચિતતાનો પ્રસંગ આવવાનો સંભવ રહે છે. પૂજા વખતે સંજ્ઞા કરવા અંગે જીણહાકનું દૃષ્ટાંત. ધોળકાનો રહેવાસી જીણહાક નામનો શ્રાવક દરિદ્રપણાથી ઘીનાં કુડલાં (કુંડા) અને સાદિના ભાર ઉપાડવાની મજુરી દ્વારા ગુજરાન ચલાવતો હતો. તે ભક્તામર સ્તોત્ર પાઠ એકાગ્ર ચિત્તે ૧૦
SR No.032040
Book TitleShraddhvidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay Gani
PublisherBhadrankar Prakashan
Publication Year1998
Total Pages394
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy