SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ સામાન્ય પુરુષોને જિનમંદિર જવાનો વિધિ. ઋદ્ધિવંત હોય તે ઉપર બતાવેલી રીત પ્રમાણે પોતાના આડંબર સહિત દેરાસરે દર્શન કરવા જાય. સામાન્ય પુરુષોને જિનમંદિર જવાનો વિધિ. સામાન્ય સંપદાવાળા પુરુષો ઉદ્ધતાઈને ત્યજી લોકો હાંસી ન કરે એવા પોતાના કુળાચારને કે પોતાની સંપદાને અનુસરતા વેષ (વસ્ત્ર-આભૂષણ)નો આડંબર કરીને પોતાના ભાઈ, મિત્ર, પુત્ર, સ્વજન સમુદાયને સાથે લઈ દેરાસર દર્શન કરવા જાય. શ્રાવકના પંચાભિગમ. (૧) પુષ્પ, તાંબુળ, સરસવ, દૂર્વા, છરી વિગેરે સર્વ જાતિનાં શસ્ત્ર, મુકુટ, પાદુકા, પગમાં પહેરવાના બુટ, હાથી, ગાડી વિગેરે સચિત્ત અચિત્ત વસ્તુઓ છોડીને. (૨) મુકુટ મૂકીને બાકીના બીજા સર્વ આભૂષણો એટલે અચિત્ત દ્રવ્યને સાથે રાખીને, (૩) એક પનાના વસ્ત્રનું ઉત્તરાસણ કરીને, (૪) ભગવંતને દેખતાં તત્કાળ બે હાથ જોડી કાંઈક મસ્તક નમાવતાં નો નિપIST એમ બોલતો, (૫) મનની એકાગ્રતા કરતો ઉપર જણાવ્યા મુજબ પાંચ પ્રકારના અભિગમ સાચવતો “નિસાહિ” એ પદને ઉચ્ચારતો દેરાસરમાં પેસે. મહર્ષિઓએ પણ એમ જ કહેલું છે. રાજાના પંચાભિગમ. રાજા જ્યારે દેરાસરમાં જાય ત્યારે રાજ્યનાં પાંચ ચિહ્ન - (૧) ખાદિ સર્વ શસ્ત્ર, (૨) છત્ર, (૩) ઉપાનહ (પગની મોજડી), (૪) મુકુટ, (૫) બે ચામર બહાર મૂકે. નિસહિ. અહીંયાં એમ સમજવાનું છે કે દેરાસરને દરવાજે શ્રાવક આવ્યો ત્યારે મન, વચન, કાયાથી પોતાના ઘરના વ્યાપાર (ચિંતવન) છોડી દે છે એમ જણાવવા (સમજવા) દેરાસરના દરવાજા આગળ ચઢતાં જ પ્રથમ નિશીહિ ત્રણ વાર કહેવી એવો વિધિ છે, પણ તેને એક જ (નિસાહિ) ગણાય છે, કેમકે, આ પ્રથમ નિસાહિથી ગૃહસ્થનો ફકત ઘરનો જ વ્યાપાર ત્યજાય છે, માટે બોલાય ત્રણવાર, પણ આ નિસીહિ એક જ ગણાય. પ્રદક્ષિણા દેવાની રીત. ત્યારપછી મૂળનાયકને પ્રણામ કરીને જેમ વિચક્ષણ પુરુષો હરકોઈ પણ શુભ કાર્ય કરવું હોય તે ઘણું કરીને તેને (જેથી લાભ મેળવવો હોય તેને) જમણે હાથે રાખીને કરે છે, તેમ પોતાને જમણે અંગે પ્રભુને રાખીને જ્ઞાન, દર્શન, ચારિત્રની પ્રાપ્તિ માટે પ્રભુને ત્રણ પ્રદક્ષિણા આપે. શાસ્ત્રોમાં પણ કહેવું છે કે : ત્યારપછી નો નિVIIM બોલીને અર્ધા અવનત (જરા નીચો વળી) પ્રણામ કરીને અગર પંચાંગ નમસ્કાર કરીને ભક્તિના સમુદાયથી અત્યંત ઉલ્લસિત મનવાળો બની પંચાંગ પ્રણામ કરીને
SR No.032040
Book TitleShraddhvidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay Gani
PublisherBhadrankar Prakashan
Publication Year1998
Total Pages394
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy