SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ લઘુનીતિ-વડીનીતિ કરવાની દિશા. ૫૯ એવા સ્થાનકે; ઘાસ વિગેરેથી ઢાંકેલી ભૂમિથી રહિત સ્થાને મળ-મૂત્ર કરે કેમકે એવી ભૂમિમાં બેસતાં ઘાસ વિગેરેમાં જો કદાપિ વીંછી, સર્પ, કીડા આદિ હોય, તો વ્યાઘાતનો સંભવ થાય અને કીડી વિગેરે હોય તો મરી જાય. થોડા કાળની કરેલી ભૂમિકામાં, વિતીર્ણ ભૂમિમાં, જઘન્યથી પણ એક હાથની જમીનમાં; જઘન્યથી પણ ચાર અંગુલ જમીન અગ્નિ તાપાદિથી અચિત્ત થઈ હોય એવા સ્થાનમાં; અતિશય આસન્ન (પાસ) નહીં (દ્રવ્યથી ધવળ, ઘર, બગીચા આદિને નજીક નહી અને ભાવથી આકરી પીડા થઈ હોય તો તેવા સ્થાન પાસે પણ વોસિરાવે); બિલ વર્જિત સ્થાનકે; બીજ, લીલોતરી, ત્રસ જીવ રહિત સ્થાનકે, એવાં સ્થાનકે મળમૂત્ર વોસિરાવે (ત્યાગ કરે). દિશી, પવન, ગ્રામ, સૂર્ય, છાયા પ્રમુખના સન્મુખ વર્જીને તેમ જ ત્રણ વાર પ્રમાર્જીને ત્રણ વાર મUગુનાદિ વસુદો એવો પાઠ કહીને શરીરની શુદ્ધિ થવા માટે વોસિરાવે અને શુદ્ધિ કરે. ઉત્તર અને પૂર્વ દિશા પૂજ્ય છે માટે તેના સન્મુખ મળમૂત્રનો ત્યાગ ન કરવો. દક્ષિણ દિશા સામે બેસતાં ભૂત-પિશાચાદિનો ભય થાય છે. પવન સન્મુખ બેસતાં નાસિકામાં પવન આવવાથી અર્થ થાય છે. સૂર્ય તથા ગામના સન્મુખ બેસવાથી તેની નિંદા થાય છે. જેને કૃમિ નિકળતા હોય તે છાયામાં મળ ત્યાગ કરે પણ જો તડકામાં બેસવું જ પડે તો બે ઘડી પર્યત છાયા કરી ત્યાં ઊભો રહે. મૂત્ર રોકવાથી ચક્ષુ જાય, મલ રોકવાથી જીવિતવ્યથી રહિત થાય, ઉલટી આદિને રોકવાથી કોઢ થાય અને એ ત્રણેને રોકવાથી ગ્લાનત્વ (મંદવાડ) થાય છે. મળ, મૂત્ર, ઘૂંક, બળખો, સળેખમાદિ જ્યાં નાખવાં હોય ત્યાં પહેલાંથી ૩/નાણા નસુદિ એમ કહીને વોસિરાવવો, અને વોસિરાવ્યા પછી તત્કાળ વોસિરે વોસિરે એમ ત્રણવાર ચિંતવવું. વળી સળેખમાદિને તો તત્કાળ ધૂળ, રાખ, વિગેરેથી યતનાપૂર્વક ઢાંકવાં. સંમૂચ્છિમની ઉત્પત્તિ. જો એમ ધૂળ વિગેરેથી ઢાંકે નહીં ને ખુલ્લાં પડ્યાં રહે તો તેમાં અસંખ્ય સંમૂચ્છિમ (માતાપિતાના સંયોગ વિના ઉપજનારા નવ પ્રાણવાળા મનુષ્યો જીવ ઉત્પન્ન થાય અને તેનો નાશ થવાનો દોષ લાગે છે. માટે પન્નવણાસ્ત્રના પ્રથમ પદમાં કહેલું છે કે : “હે ભગવન્! સંમૂચ્છિમ મનુષ્ય ક્યાં ઉપજે? (ઉત્તર) હે ગૌતમ ! મનુષ્યક્ષેત્રમાં પિસ્તાળીસ લાખ યોજનમાં, અઢી દ્વીપમાં જે દ્વીપ-સમુદ્રો છે તેમાં આવેલા પંદર કર્મભૂમિ (જ્યાં અસિ, મસિ, કૃષિ કર્મ કરી લોકો આજીવિકા કરે છે)માં, છપ્પન અંતરદ્વીપજ મનુષ્ય (યુગલીયા), ગર્ભજ મનુષ્યના મળમાં, પેશાબમાં, મેલમાં બળખામાં, નાસિકામાં, વમન (ઓકેલા)માં, પિત્તમાં, વીર્યમાં વીર્ય અને રુધિર ભેગાં મળેલાં હોય તેમાં, બહાર કાઢી નાખેલ વીર્યના પુલમાં, નિર્જીવ કલેવરમાં, સ્ત્રી-પુરુષના સંયોગમાં, નગરની ખાળમાં, સર્વ અપવિત્ર સ્થાનમાં, સંમૂચ્છિમ મનુષ્ય ઉત્પન્ન થાય છે.
SR No.032040
Book TitleShraddhvidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay Gani
PublisherBhadrankar Prakashan
Publication Year1998
Total Pages394
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy