SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ અશન, પાન, ખાદિમ, સ્વાદિમનું સ્વરૂપ. ૫૫ જે જે પચ્ચકખાણ કરેલાં હોય તે તે વારંવાર યાદ કરવાં. તેમજ જે જે પચ્ચકખાણ હોય, તેનો વખત પૂરો થવાથી આ અમુક પચ્ચખાણ પૂરું થયું એમ વિચારવું. વળી ભોજન વખતે પણ યાદ કરવું. જો ભોજન વખતે પચ્ચકખાણને યાદ ન કરે તો ક્યારેક પચ્ચકખાણનો ભંગ થઈ જાય છે. અશન, પાન, ખાદિમ, સ્વાદિમનું સ્વરૂપ. ૧. અશન- અન્ન, પકવાન્ન માંડા, સાથુઓ વિગેરે જે ખાવાથી સુધા (ભૂખ) શમે તે અશન કહેવાય. ૨. પાન - છાશ, મદિરા, પાણી - તે પાણી કે પાન કહેવાય. ૩. ખાદિમ (ખાદ્ય) - સર્વ જાતિનાં ફળ, મેવા, સુખડી, સેલડી, પોંક વગેરે ખાદિમ ગણાય છે. ૪. સ્વાદિમ (સ્વાદ્ય) - સુંઠ, હરડે, પીપર, મરી, જીરુ, અજમો, જાયફળ, જાવંત્રી, કસેલો કાથો, ખરસાર, જેઠીમધ, તજ, તમાલપત્ર, એલચી, લવીંગ, કુઠ, વાવડીંગ, બીડલવણ, અજમોદ, કુલિંજન (પાનની જડ), પીપળીમૂળ, ચણકબાબ, કચરો, મોથ, કાંટાસેળીઓ, કપૂર, સંચળ, હરડાં, બેહડાં, કુંભઠ (કુમઠીયા), બાવળ, ધવ (ધાવડિ), ખેર, ખીજડો, પુષ્કરમૂળ, જવાસો, બાવચી, તુળસી, કપૂર, સોપારી વિગેરે વૃક્ષોની છાલ અને પત્ર એ ભાષ્ય તથા પ્રવચનસારોદ્ધારાદિના અભિપ્રાયથી સ્વાદિમ ગણાય છે અને કલ્પવ્યવહારની વૃત્તિના અભિપ્રાયથી ખાદિમ ગણાય છે. કેટલાક આચાર્ય એમ જ કહે છે કે - અજમો એ ખાદિમ જ છે. સર્વ જાતિના સ્વાદિમ, એલચી કે કપૂરથી વાસિત કરેલ પાણી દુવિહારના પચ્ચકખાણમાં કલ્પ (વાપરી શકાય). વેસણ, વરીયાળી, શોવા(સુ), આમલગંઠી, આંબાગોટી, કોઠાપત્ર, લીંબુપત્ર, વગેરે ખાદિમ હોવાથી દુવિહારમાં કલ્પ નહીં. - તિવિહારમાં તો ફકત પાણી જ કહ્યું છે પણ ફુકારેલ પાણી, ઝામેલ પાણી તથા કપુર, એલચી, કાથો, ખરસાર, સેલ્લક, વાળો, પાડળ વગેરેથી વાસેલ પાણી નીતરેલ (સ્વચ્છ થયેલ) ગાળેલું હોય તો કલ્પ, પણ ગાળેલ ન હોય તો ન કલ્પ. યદ્યપિ શાસ્ત્રોમાં મધ, ગોળ, સાકર, ખાંડ, પતાસાં, સ્વાદિમપણે ગણાવેલાં છે અને દ્રાક્ષનું પાણી, સાકરનું પાણી અને છાશ પાન (પાણી)માં ગણાવેલ છે; પણ દુવિહાર આદિમાં ન કલ્પ એવો વ્યવહાર છે નાગપુરીયગચ્છના ભાષ્યમાં કહેલ છે કે – દ્રાક્ષનું પાણી તે પાણી (પાન) અને ગોળ વિગેરેની સ્વાદિમ-એમ સિદ્ધાંતમાં કહેલ છે તો પણ તૃપ્તિ કરનાર હોવાથી વાપરવાની આજ્ઞા આપી નથી. - સ્ત્રી-સંભોગ કરવાથી ચોવિહાર ભાંગતો નથી, પણ બાળક પ્રમુખના હોઠના ચર્વણથી "ચોવિહાર ભાંગે છે. દુવિહારવાળાને કલ્પે છે કેમકે પચ્ચકખાણ જે છે તે લોમઆહાર (શરીરની ૧. તિવિહાર પણ ઓષ્ટ ચર્વણથી ભાંગે છે.
SR No.032040
Book TitleShraddhvidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay Gani
PublisherBhadrankar Prakashan
Publication Year1998
Total Pages394
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy