SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ સચિત્ત-અચિત્ત અંગે વ્યવહાર શુદ્ધિ. પ ફૂલ-ફળના રસને માંસ-મદિરાદિના સ્વાદને તથા સ્ત્રીસેવનની ક્રિયાને જાણતાં છતાં જે રાગી થયા એવા દુષ્કરકારકને વંદન કરું છું. સચિત્ત વસ્તુઓમાં પણ નાગરવેલનાં પાન દુન્ત્યાજ્ય છે બીજા બધાં સચિત્તને અચિત્ત કર્યાં હોય તો પણ તેનો સ્વાદ પામી શકીએ છીએ. વળી કેરીનો સ્વાદ પણ સુકાયા પછી યે પામી શકીએ છીએ, પરંતુ નાગરવેલનાં પાન તો નિરંતર પાણીમાં લાગેલાં જ રહેવાથી નીલ-ફૂગ, કંથુવાદિની વિરાધના ઘણી જ થાય છે, માટે પાપથી ભય રાખનારા પ્રાણીઓએ રાત્રિએ પાન સર્વથા ખાવાં નહીં. કદાપિ કોઈને વાપરવાની જરૂર હોય તો તેણે આગળથી દિવસે શુદ્ધ કર્યા સિવાય વાપરવાં નહીં. વળી પાન તો કામદેવને ઉત્પન્ન થવા માટે એક અંગરૂપ હોવાથી અને તેઓનાં પ્રત્યેક પત્રમાં અસંખ્ય જીવની વિરાધના હોવાથી બ્રહ્મચારીઓને તો ખરેખર ત્યજવા યોગ્ય છે. જે માટે આગમમાં પણ એમ લખેલું છે કે : “પર્યાપ્તાની નિશ્રાયે (સાથે જ) અપર્યાપ્તા ઉપજે છે. તે પણ જ્યાં એક પર્યાપ્તો ઉપજે ત્યાં અસંખ્યાતા અપર્યાપ્તા થાય છે.” આ બાદર એકેન્દ્રિય માટે કહેલું છે તેમજ સૂક્ષ્મ એકેન્દ્રિયમાં જ્યાં તેની નિશ્રાએ એક અપર્યાપ્તો હોય ત્યાં તે નિશ્રામાં સંખ્યાતપર્યાપ્ત હોય છે, એમ આચારાંગસૂત્રની વૃત્તિમાં કહેલું છે. એમ એક પત્રાદિથી અસંખ્ય જીવની વિરાધના થાય છે એટલું જ નહીં પણ તે પાનને આશ્રયે રહેલા જળમાં નીલ-ફૂલનો સંભવ હોવાથી અનંત જીવોનો વિઘાત પણ થઈ શકે છે. કેમકે, જળ, લવણાદિક અસંખ્ય જીવાત્મક જ છે; તેમાં જો સેવાળ પ્રમુખ હોય તો અનંત જીવાત્મક પણ સમજવાં. જે માટે સિદ્ધાંતોમાં કહેલું છે કે ઃ એક પાણીના બિન્દુમાં તીર્થંકરે જેટલા જીવ કહ્યા છે તે જીવો જે સરસવ પ્રમાણ શરીર ધારણ કરે, તો આખા જંબુદ્રીપમાં સમાઈ શકે નહીં. લીલા આમળા પ્રમાણ પૃથ્વીકાયના ખંડમાં જેટલા જીવ હોય છે, તે જો પારેવા જેવડાં શરીર કરે, તો આખા જંબુદ્રીપમાં સમાઈ શકે નહીં. પૃથ્વીકાય અને અપ્લાયમાં એવા સૂક્ષ્મ જીવ રહેલા છે માટે પાન ખાવાથી અસંખ્યાતા જીવોની વિરાધના થાય છે માટે વિવેકી પુરુષે પાન સર્વથા ત્યાગ કરવા યોગ્ય છે. સચિત્તના ત્યાગ ઉપર અંબડ પરિવ્રાજકનાં શિષ્યોનું દૃષ્ટાંત અંબડ પરિવ્રાજકને સાતસો શિષ્યો હતા. તેમણે શ્રાવકનાં બાર વ્રત અંગીકાર કરતાં એવો નિયમ લીધો હતો કે અચિત્ત અને કોઈએ આપેલ હોય એવાં અન્નપાણી વાપરવાં પણ સચિત્ત અને કોઈએ આપ્યું ન હોય એવું અન્ન-જળ લેવું નહીં. તેઓ એક વખત ગંગાનદીના કિનારે થઈ ઉનાળાના દિવસમાં ચાલતાં કોઈક ગામ જતા હતા. તે વખતે દરેકની પાસે પાણી ખૂટી ગયું તેથી પાણીની ઘણી આકરી તૃષાથી પીડાયા. પણ નદી કિનારે તડકાથી તપેલાં પાણી અચિત્ત થયેલાં હતાં છતાં કોઈના આપ્યા સિવાય ન વાપરવાનો નિયમ હોવાથી તે તમામ સાતસો
SR No.032040
Book TitleShraddhvidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay Gani
PublisherBhadrankar Prakashan
Publication Year1998
Total Pages394
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy