SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫ સર્વ વસ્તુને સામાન્યથી પરિણમવા (બદલાવા)નાં કારણ. સર્વ વસ્તુને સામાન્યથી પરિણમવા (બદલાવા)નાં કારણ. आरुहणे ओरूहणे, निसिअण गोणाइणं च गाउन्हा। भूमाहारच्छेए, उवक्कमेणं च परिणामो ॥१॥ ગાડાં ઉપર કે પોઠીયાની પીઠ ઉપર વારંવાર ચડાવવાથી, ઉતારવાથી અથવા તે કરીયાણાં ઉપર બીજા ભાર થવાથી કે તેના ઉપર બીજા માણસોના ચડવા-બેસવાથી તેમ જ તે પોઠીયાના શરીરના બાફથી અથવા તેઓના આહારનો વિચ્છેદ થવાથી તે કરીયાણાં રૂપ વસ્તુઓનું પરિણામ (બદલાવું) થાય છે: જ્યારે જેને કાંઈપણ ઉપક્રમ (શસ્ત્ર) લાગે ત્યારે પરિણામાંતર થાય છે. તે શસ્ત્ર ત્રણ પ્રકારનાં હોય છે. ૧ સ્વકાયશસ્ત્ર, ૨ પરકાયશસ્ત્ર, ૩ ઉભયકાયશસ્ત્ર: સ્વકાશસ - જેમકે-ખારું પાણી મીઠા પાણીનું શસ્ત્ર, કાળી માટી તે પીળી માટીનું શસ્ત્ર. પરકાયશસ :- જેમકે-પાણીનું શસ્ત્ર અગ્નિ અને અગ્નિનું શસ્ત્ર પાણી. ઉભયકાયશસ :- જેમકે-માટીમાં મળેલ પાણી નિર્મળ જળનું શસ્ત્ર. એવી રીતે સચિત્તને અચિત્ત થવાનાં કારણ જાણવાં. વળી પણ કહે છે કે : उप्पल पउमाई पुण, उन्हें दिनाइं जाम न धरंति; मोग्गारग जुहिआओ, उन्हेंच्छूढा चिरं हुति ॥१॥ मगदंति अ पुप्फाइं उदयेच्छूढाइं जाम न धरंति; उप्पल पउमाइ पुण, उदयेच्छूढा चिरं हुंति ॥२॥ ઉત્પલ કમળ ઉદફયોનિજ હોવાથી એક પ્રહર માત્ર પણ આતપ (તડકા)ને સહન કરી શકતાં નથી કિન્તુ એક પ્રહરની અંદર જ. અચિત થઈ જાય છે. (કરમાય છે). મોગરો, મચકુંદ, જૂઈનાં ફૂલ ઉષ્ણુયોનિય હોવાથી આતપમાં ઘણી વાર રહી શકે છે (સચિત્ત રહે છે.) મોગરાનાં ફૂલ પાણીમાં નાખ્યાં હોય, તો પ્રહર માત્ર પણ રહેતાં નથી, કરમાઈ જાય છે. ઉત્પલકમલ (નીલકમલ), પદ્મકમળ (ચંદ્રવિકાસી) પાણીમાં નાખ્યાં હોય, તો ઘણા વખત સુધી રહે છે (સચિત્ત રહે છે પણ કરમાતાં નથી). લખેલ છે કે : पत्ताणं पुप्फाणसरडूफलाणं तहेव हरिआणं ॥ बिहँमि मिलाणमि नायव्वं जीव विप्पजढं ॥ પત્રનાં, પુષ્પનાં, સરડુફળ (જેની કાતલી, ગોટલી, છાલ, કઠણ બંધાણી ન હોય એવાં ફળ)નાં તેમજ વત્થલા પ્રમુખ સર્વ ભાજીઓનાં અને સામાન્યથી સર્વ વનસ્પતિઓનાં બીટ (ડાળમાંથી ઊગતો ફણસલો, મૂળ, નાળ (વચલી થડની દાંડી) કરમાઈ એટલે જાણવું કે હવે આ વનસ્પતિ અચિત્ત થઈ.
SR No.032040
Book TitleShraddhvidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay Gani
PublisherBhadrankar Prakashan
Publication Year1998
Total Pages394
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy