SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાદ્ધવિધિ પ્રકરણ - પ્રથમ પ્રકાશ સાધુ ઉપર ભાવ (પ્રીતિ) રાખે, સાધુ અપમાન કરે તથા વગર પૂછયે કામ કરે તો તેનાથી રીસાય ખરો, પણ પોતાનાં સગાંવહાલાં કરતાં પણ તેમને (સાધુને) અધિક ગણે તેને “મિત્ર સમાન શ્રાવક” સમજવા. ૨૪ थड्डो छिद्दप्पेही पमायखलियाई निच्चमुच्चरइ । सड्ढो सव्वत्तिकप्पो, साहूजणं तणसमं गणइ ॥४॥ પોતે અભિમાની હોય, સાધુનાં છિદ્ર જોતો રહે અને જરામાત્ર પણ છિદ્ર જોયું હોય તો સર્વ સાંભળે તેમ બોલતો રહે, સાધુને તૃણ સમાન ગણે તે “શોક્ય સમાન શ્રાવક' સમજવા. બીજા ચતુષ્કમાં કહેલા આદર્શ શ્રાવકનું વર્ણન गुरुणि सुत्तो, बिंबिज्जइ अवितहे मणे जस्स । सो आयंससमाणो सुसावओ वन्निओ समए ॥१॥ ગુરુએ દેશનામાં સૂત્ર અથવા અર્થ જે કહેલો હોય, તે હૃદયમાં ખરેખરો ધારે. ગુરુ ઉપર સ્વચ્છ હૃદય રાખે; એવા જે શ્રાવક હોય તેને જૈનશાસનમાં “દર્પણ સમાન સુશ્રાવક” કહ્યા છે. पवणेण पडागा इव, भामिज्जइ जो जणेण मूढेण । अविणिच्छिअ- गुरुवयणो, सो होइ पडाइआ तुल्लो ॥२॥ પવનવડે જેમ ધ્વજા હાલ્યા કરે તેમ જે મૂઢ માણસોથી ભરમાઈ જાય અને ગુરુએ કહેલાં વચનનો વિશ્વાસ રાખે નહીં તે “પતાકા સમાંન શ્રાવક' જાણવો. पडिवन्नमसग्गाहं, न मुअंइ गीयत्थसमणुसिद्धो वि । थाणुसमाण एसो, अपओसि मुणिजणे नवरं ॥३॥ આમાં એટલું વિશેષ છે કે, ગીતાર્થે ઘણો સમજાવ્યો હોય છતાં પણ પોતે લીધેલો કદાગ્રહ (હઠ) કદી છોડે જ નહીં. તે ખીલા સરખો શ્રાવક” સમજવો. વિશેષ એ છે કે મુનિજન ઉપર દ્વેષ ન કરે. उम्मग्गदेसओ निह्नवोसि, मढोसि मंदधम्मोसि । इय सम्मंपि कहतं, खरंटए सो खरंटसमो ॥४॥ ગુરુ જો કે ખરો અર્થ કહેતા હોય પણ તે ન માનતાં છેવટ તેમને (ગુરુને) એમ પણ બોલવા માંડે કે “તું ઉન્માર્ગદર્શક છે, નિર્ભવ છે, મૂર્ખ છે, ધર્મથી શિથિલપરિણામી છે.” એમ દુ-ર્વચનરૂપ મળથી ગુરુને ખરડે તે “ખરંટક શ્રાવક” સમજવો. जह सिढिलमसूई दव्वं, छुप्पं तं पिहु नरं खरंटेई । एवमणुसासपि हु, दुसंतो भन्नई खरंटो ॥ ५ ॥
SR No.032040
Book TitleShraddhvidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay Gani
PublisherBhadrankar Prakashan
Publication Year1998
Total Pages394
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy